• Home
  • News
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:મયૂર વાકાણી તથા મંદાર ચાંદવાડકરનો કોરોના રિપોર્ટ નેગેટિવ, 'ભીડે માસ્ટર' એકાદ-બે દિવસમાં શૂટિંગ શરૂ કરશે
post

મંદારે કહ્યું હતું કે તેણે પ્રોડક્શન ટીમને કોરોના નેગેટિવ હોવાની વાત કહી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-02 11:11:48

ગયા મહિને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના બે એક્ટર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સુંદરનો રોલ પ્લે કરતો મયૂર વાકાણી 12 દિવસ સુધી અમદાવાદની SVP હોસ્પિટલમાં એડમિટ હતો. તો બીજી બાજુ આત્મારામ ભીડે એટલે કે મંદાર ચાંદવાડકર ઘરમાં જ આઈસોલેશનમાં હતો. હાલમાં જ દિવ્ય ભાસ્કરે આ બંને એક્ટર્સ સાથે વાત કરી હતી.

મયૂર વાકાણીએ શું કહ્યું?
મયૂર વાકાણીએ કહ્યું હતું, 'કોરોના પોઝિટિવ થયો તે પહેલાં મેં અનેકવાર કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, દર વખતે રિપોર્ટ નેગેટિવ જ આવતો હતો. જોકે, આ વખતે હું બચી શક્યો નહીં. મારામાં કોરોનાના લક્ષણો હતા, તાવ આવતો હતો અને મને કોઈ સ્મેલ કે ટેસ્ટ આવતો નહોતો. આથી જ મેં હોસ્પિટલમાં દાખલ થવાનું નક્કી કર્યું હતું. મારા ઘરમાં ઘરડા મા-બાપ પણ છે. હું કોઈ પણ જાતનું જોખમ લેવા માગતો નહોતો. મને લાગે છે કે મારા પરિવાર તથા આસપાસના લોકોને ધ્યાનમાં લઈને આ નિર્ણય એકદમ સાચો હતો.'

પહેલાં પણ સાવચેતી રાખતો હતો, હવે વધુ સતર્ક થઈ ગયો
વધુમાં મયૂર વાકાણીએ કહ્યું હતું, 'હું 12 દિવસ સુધી અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ હતો. કોરોના પહેલાં મને પગમાં સોજા રહેવાની તકલીફ હતી, પરંતુ હવે તે દૂર થઈ ગઈ છે. મેં સાંભળ્યું હતું કે કોરોના પછી લોકોને થોડી ઘણી તકલીફ રહે છે. જોકે, મારી સાથે એવું બિલકુલ ના થયું. કોરોનાની સારવાર બાદ હું એકદમ ઠીક થઈ ગયો. હોસ્પિટલમાંથી રજા લીધા બાદ હું 7 દિવસ આઈસોલેશનમાં રહ્યો હતો. થોડી નબળાઈ હતી, પરંતુ હવે મને ઘણું જ સારું છું. હું પહેલાં પણ ઘણી સાવચેતી રાખતો હતો, પરંતુ હવે ઘણો જ સતર્ક થઈ ગયો છું. સ્વસ્થ હોવા છતાંય આ વખતે મેં હોળી મનાવી નહોતી. RT PCR ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે. જોકે, હર્ડ ઈમ્યુનિટી છે કે નહીં, તેનો ટેસ્ટ કરાવવાનો હજી બાકી છે.'

શૂટિંગ માટે તૈયાર છું
મયૂર વાકાણીએ કહ્યું હતું, 'હવે તો હું એકદમ સાજો થઈ ગયો છું. મને વિશ્વાસ છે કે મારી હાજરી અન્ય લોકોને નુકસાન પહોંચાડશે નહીં. હું બીજીવાર શૂટિંગ કરવા માટે બિલકુલ તૈયાર છું.'

મંદાર ચાંદવાડકરે કહ્યું, હું બિલકુલ ડર્યો નહોતો
મંદારે કહ્યું હતું, '16 માર્ચના રોજ મેં ઘરમાં પૂજા કરી હતી અને તે દરમિયાન મને કપૂરની કોઈ સુગંધ આવી નહોતી. ત્યારે જ મને શંકા ગઈ હતી કે કંઈક તો ગડબડ છે. બીજા દિવસે મેં મારો રિપોર્ટ કરાવ્યો હતો. 19 માર્ચના રોજ મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, હું બિલકુલ ડર્યો નહોતો. મેં મારા ફેમિલી ડૉક્ટરની સલાહ લીધી હતી અને હું ઘરમાં જ આઈસોલેશનમાં રહ્યો હતો. આ દરમિયાન મેં મારી જાતને પોઝિટિવ રાખવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. પુસ્તકો વાંચ્યા, વેબ સિરીઝ જોઈ, હેલ્થી ડાયટ ફોલો કર્યું અને ફિઝિકલ એક્ટિવિટી કરી હતી. 12 દિવસ બાદ મેં રિપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો.'

હવે બધું નોર્મલ છે
મંદારે આગળ કહ્યું હતું, 'અમારા સેટ પર ટેમ્પ્રેચર તથા ઓક્સિજન લેવલ ચેક કર્યા વગર અંદર જવાની પરવાનગી નથી. કોરોનાનો ચેપ લાગ્યો તે પહેલાં મારામાં કોઈ પ્રકારના લક્ષણો નહોતો. મારા ઘરમાં પત્ની તથા નાની દીકરી છે. બસ એ જ વાતનું ધ્યાન રાખ્યું કે મારા કારણે તેમને કોઈ તકલીફ ના થાય. ખુશ છું કે હું પહેલાંની જેમ નોર્મલ થઈ ગયો છું.'

એકાદ બે દિવસમાં શૂટિંગ શરૂ કરશે
વાતચીતમાં મંદારે કહ્યું હતું કે તેણે પ્રોડક્શન ટીમને કોરોના નેગેટિવ હોવાની વાત કહી દીધી છે. જો બધું જ યોગ્ય રહ્યું તો તે એકાદ-બે દિવસમાં શૂટિંગ શરૂ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post