• Home
  • News
  • સાયરસ મિસ્ત્રી મુદ્દે ટ્રિબ્યુનલના ચુકાદાને ટાટા સન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
post

સાયરસ મિસ્ત્રીના મામલામાં ટાટા સન્સે નેશનલ કંપની લો અેપેલેટ ટ્રિબ્યુનલ(NCLAT)ના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 13:09:31

નવી દિલ્હીઃ સાયરસ મિસ્ત્રીના મામલામાં ટાટા સન્સે નેશનલ કંપની લો અેપેલેટ ટ્રિબ્યુનલ(NCLAT)ના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. NCLAT18 ડિસેમ્બરે મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપતા ફરીથી ટાટા સન્સના ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ટાટા સન્સને અપીલ માટે 4 સપ્તાહનો સમય મળ્યો હતો. ટાટા સન્સે 24 ઓક્ટોબર 2016ના રોજ મિસ્ત્રીને ચેરમેન પદ પરથી હટાવ્યા હતા. મિસ્ત્રીએ ચુકાદાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(NCLT)માં પડકાર્યો હતો, જોકે તેમની હાર થઈ હતી. બાદમાં તે NCLTના ચુકાદાની વિરુદ્ધ અેપેલેટ ટ્રિબ્યુનલમાં પહોંચ્યા હતા.

અેપેલેટ ટ્રિબ્યુનલે ટાટા સન્સ-મિસ્ત્રી મામલામાં ચુકાદો આપતા કહ્યું હતું કે ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપનીમાં ફેરવવાની મંજૂરી આપવાનો ચુકાદો ગેરકાયદેસર હતો. ROC(રજિસ્ટ્રાર ઓફ કંપનીસ)એ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કાયદા મુજબ જ આ મંજૂરી આપવામાં આવી છે. ROCએ એપેલેટ ટ્રિબ્યુનલના ચુકાદામાંથી ગેરકાયદેસર શબ્દ હટાવવા માટે અપીલ કરી છે. ટ્રિબ્યુનલે આ મામલની સુનાવણી શુુક્રવાર સુધી ટાળી છે.

સપ્ટેમ્બર 2017માં ટાટા સન્સને પબ્લિકમાંથી પ્રાઈવેટ કંપની બનાવવા માટે શેરહોલ્ડર્સે મંજૂરી આપી હતી. બાદમં ROCએ ટાટા સન્સને પ્રાઈવેટ કંપનીનો દરજ્જો આપ્યો હતો. સાયરસ મિસ્ત્રી પરિવાર તેની વિરુદ્ધ હતો. મિસ્ત્રી પરિવારની પાસે ટાટા સન્સના 18.4 ટકા શેર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post