• Home
  • News
  • ‘તાઉ તે’ ઈફેક્ટ:3-4 કલાક પછી વાવાઝોડું અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા, અનેક વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે મેઘમહેર
post

શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદને પગલે પાણી તેમજ ગટરો ભરાઈ જવાનાં દૃશ્યો જોવા મળ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-18 11:22:44

અમદાવાદ: તાઉ તેવાવાઝોડાના ગુજરાતમાં પ્રવેશ બાદ મોટા ભાગના જિલ્લાઓમાં મોડી રાતથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલ રાતથી સતત વરસાદ ચાલુ છે. શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને પગલે પાણી તેમજ ગટરો ભરાઈ જવાનાં દૃ શ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે આજે પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. ​​​​​​હાલમાં તાઉ તે વાવઝોડું બોટાદ જિલ્લામાં બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં બપોર બાદ અસર થશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે

બે-ત્રણ કલાક પછી તાઉતે વાવાઝોડું અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા
તાઉતે વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.

વાવાઝોડાના પગલે કયા ઝોનમાં કેટલા ઝાડ પડ્યાં

ઝોન

પડેલ ઝાડ

નિકાલ

કામગીરી ચાલુ

મધ્ય

9

6

3

પશ્ચિમ

9

7

2

પૂર્વ

0

0

0

ઉત્તર

0

0

0

દક્ષિણ

6

3

3

ઉત્તર-પશ્ચિમ

3

3

0

દક્ષિણ-પશ્ચિમ

1

1

0

ગઈકાલે સાંજે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું
હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા અનુસાર, વાવાઝોડું તાઉ તેનું કેન્દ્ર અમદાવાદથી 90થી 95 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર પાસેના ધ્રાંગધ્રામાંથી પસાર થતા અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થશે. વાવાઝોડાની અસરથી ગઈકાલે શહેરના મોટા ભાગના વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. સોમવારે સાંજ પછી શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટું પડ્યું હતું. દિવસભર વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન પણ ફૂંકાયો હતો. વરસાદની આગાહીથી સાબરમતીમાં પાણીનું લેવલ ત્રણ મીટર ઘટાડવામાં આવ્યું છે.

ભારે પવનને લીધે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ
વાવાઝોડું અમદાવાદથી 90થી 95 કિલોમીટર પશ્ચિમમાંથી સુરેન્દ્રનગરના ધાંગ્રધાથી પસાર થવાથી અમદાવાદમાં ભારે પવન અને ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બનશે, જેમાં પશ્ચિમ અમદાવાદમાં પૂર્વ અમદાવાદ કરતાં પવનો અને વરસાદની અસર વધુ ઘાતક રહેશે, જેથી લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. સોમવાર મોડી રાતથી વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.

જિલ્લાનાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ICU ઓન વ્હીલ્સ
અમદાવાદ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની તમામ અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કોઇપણ પ્રકારની આરોગ્ય કટોકટીનો સામનો કરવા અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં 17 એમ્બ્યુલન્સ અને 2 આઇસીયુ ઓન વ્હીલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનો કાફલો તેમજ ઈમર્જન્સી માટે જરૂરી તમામ સુવિધા તહેનાત કરી દેવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post