• Home
  • News
  • તાઉ-તે 1200 કિ.મી.નું અંતર કાપીને ગુજરાત પહોંચ્યું:20 વર્ષમાં આટલા અંતર બાદ 7 દિવસ સુધી સક્રિય રહેનારું પ્રથમ વાવાઝોડું; 5 રાજ્ય અને 2 દ્વીપ પર વિનાશ વેર્યો
post

ગુજરાતમાં વાવાઝોડા તાઉ-તે એ વિનાશ વેર્યો, ચાર રાજ્યોમાં 17 લોકોના મોત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-18 11:45:25

તાઉ-તે વાવાઝોડાએ લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં સક્રિય થઈને ગુજરાત નજીક દીવ દરિયાકાંઠે પહોંચવા માટે લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપ્યું છે. છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા કોઈ વાવાઝોડાએ હજી સુધી આટલું અંતર બનાવ્યું નથી. તાઉ-તે ચક્રવાત 7 દિવસમાં આ અંતરને આવરી લે છે અને પશ્ચિમ કાંઠાનાં 5 રાજ્યો અને 2 દ્વીપ પર ભારે તબાહી મચાવી છે.

કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત લક્ષદ્વીપ અને દીવના દરિયાકાંઠાના ભાગોમાં 200થી 400 મીમી વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડું દીવથી 10 કિલોમીટર દૂર અથડાયું છે. વાવાઝોડાનું કેન્દ્ર દીવથી 35 કિ.મી. દૂર પૂર્વ-દક્ષિણમાં છે.

હવામાન વિભાગની તકેદારીને કારણે ઓછી જાનહાનિ થઈ
તાઉ-તે સુપર ચક્રવાતથી એક સ્તર નીચેનું ભયંકર વાવાઝોડું છે. આ હોવા છતાં ઓછી જાનહાનિ થઈ છે. આનું મુખ્ય કારણ હવામાન વિભાગની તકેદારી છે, જેમણે તાઉ-તે વાવાઝોડાની દિશા, ગતિ અને અથડાવવાના ચોક્કસ સ્થાનની સચોટ આગાહી કરી હતી.

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, ડો.મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સેટેલાઇટ ઇન્સેટ 3ડી દ્વારા દર 15 મિનિટમાં મળી રહેલા ફોટોગ્રાફ્સ અને પશ્ચિમ કાંઠે આવેલા તિરુવનંતપુરમ, કોચી, ગોવા, મુંબઇ અને ભુજમાં લગાવેલાં 5 રડાર દ્વારા તાઉ-તે પર નજર રાખવામાં આવી હતી. સેટેલાઇટ છબિઓ દ્વારા એના કેન્દ્ર, એટલે કે 'આઈ' ઓળખાઈ હતી. 'I' ની બદલાતી સ્થિતિ દ્વારા એની આગળ વધવાની દિશા અને ઝડપ ગણતરી કરવામાં આવી હતી.

રડારના ફોટોગ્રાફ્સને મેચ કરીને એની સતત પુષ્ટિ કરવામાં આવી. અમદાવાદ અને મુંબઇના ચક્રવાત કેન્દ્ર અને પુણે-દિલ્હીમાં વિભાગના મુખ્યાલયથી તમામ દરિયાકાંઠાનાં રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારોને ચેતવણી અને વધુ અપડેટ બુલેટિન્સ જાહેર કરવામાં આવ્યું હતું.

સુપર કમ્પ્યુટર અને ગ્લોબલ મોડલ દ્વારા વાવાઝોડાની જાણ થઈ

હવામાન વિભાગના નોઈડા અને પુણેનાં કેન્દ્રો પર બે સુપર કમ્પ્યુટર દ્વારા મેથેમેટિકલ મોડલ ચલાવીને ડેટા વિશ્લેષણ કરવામાં આવે છે. એ આવનારાં બે અઠવાડિયાં માટે હવામાનની આગાહી દર્શાવે છે. 6 મેના રોજ આ આગાહીમાં પ્રથમ વખત વાવાઝોડાની શરૂઆતના સંકેતો મળી આવ્યા હતા. આ પછી વધુ 6 ગ્લોબલ મોડલ, જેમાં 3 અમેરિકન, 1 યુરોપિયન યુનિયન, 1 જાપાન અને 1 ફ્રાન્સનાં મોડલનાં તારણોને સામેલ કરવામાં આવ્યાં હતાં અને તાઉ-તે વાવાઝોડાને ટ્રેક કરવામાં આવ્યું હતું. આ પછી દીવ અને ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડું ત્રાટકવાના 7 દિવસ પહેલાં જ એનો માર્ગ, ગતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

ચાર રાજ્યમાં 17 લોકોનાં મોત થયાં

·         કર્ણાટકના જુદા જુદા જિલ્લાઓમાં વાવાઝોડાને કારણે અત્યારસુધી 5 લોકોનાં મોત નીપજ્યાં છે.

·         રવિવારે બપોરે 3 વાગ્યે મહારાષ્ટ્રના જલગાંવમાં એક ઝાડ ઝૂંપડી પર પડતાં 17 અને 12 વર્ષની બે બહેનોનાં મોત નીપજ્યાં હતાં. તેની માતાની હાલત નાજુક છે. રાયગઢ જિલ્લામાં 3, થાણેમાં 2 અને સિંધુદુર્ગ જિલ્લામાં ચક્રવાતી તોફાનને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

·         ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે વાવાઝોડાને કારણે રાજ્યમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે.

·         તામિલનાડુના કન્યાકુમારીમાં દીવાલ ધરાશાયી થતાં 2 લોકોનાં મોત નીપજ્યાં. તેમાં 2 વર્ષના બાળક અને બીજા 36 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post