• Home
  • News
  • T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત:રોહિત શર્મા કેપ્ટન, બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી; શમી, અય્યર, બિશ્નોઈ અને ચહર સ્ટેંડબાયમાં
post

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝ રમશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 18:50:34

T20 વર્લ્ડ કપ માટે 15 પ્લેયર્સની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈજાના કારણે બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. T20 વર્લ્ડ કપનો આરંભ 16 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે. તો ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમનવા ઉતરશે.

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝ રમશે. આ બન્ને સિરીઝ માટેની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દાપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકિપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહ.

સ્ટેંડબાય પ્લેયર્સ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ભારતીય T20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.

સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટેની T20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ.

રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાથી અક્ષરને ચાન્સ
ટીમ ઈન્ડિયાના સ્ટર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ અક્ષર પટેલને ચાન્સ મળ્યો છે. જાડેજાને હાલમાં જ ઘુંટણની સર્જરી થઈ છે. તે એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. જાડેજાના બહાર થવાથી ટીમને તેની ખોટ લાગી હતી. ટીમ સુપર-4ના સતત બે મેચ હારીને એશિયા કપના ફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી.

15 વર્ષથી જીતી નથી શકી ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયાએ પોતાતો પહેલો વર્લ્ડ કપ 2007માં જીત્યો હતો. તે સમયે આ ટૂર્નામેન્ટનું પહેલીવાર આયોજન થયુ હતુ. તે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. આ પછી 6 વખત આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને જેમાં ભારતીય ટીમ ટૂર્નામેન્ટ જીતી શકી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post