• Home
  • News
  • દેશની 645 શાળાઓમાં અસ્થાઈ હોસ્પિટલ બનાવાશે, 18 જિલ્લા અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
post

આ મહામારીને નિયંત્રિત કરવા માટે તેમનું મંત્રાલય પણ દેશ સાથે મજબૂતાઈથી ઊભું છેઃ રમેશ પોખરિયાલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 12:05:39

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને નવોદય વિદ્યાલયોમાં સંક્રમિત દર્દીઓની સારવાર માટેની મંજૂરી આપી દીધી છે. માનવ સંસધાન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ માટે 645 નવોદય વિદ્યાલયોને હોસ્ટેલમાં અસ્થાયી હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. સોમવાર સાંજ સુધીમાં 18 જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમો હોસ્ટેલમાં જઈને વ્યવસ્થાનું નિરીક્ષણ  કર્યું હતું.
નિશંકે જણાવ્યું કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા નવોદય વિદ્યાલય તંત્રને આદેશ આપવામાં આવ્યો છે કે, તે હાલ ખાલી વિદ્યાલયોને સંબંધિત જિલ્લા પ્રશાસનને આપી દે. તેમણે વધુમાં કહ્યું કે, આ મહામારીને નિયંત્રિત કરવા માટે તેમનું મંત્રાલય પણ દેશ સાથે મજબૂતાઈથી ઊભું છે.

વિદ્યાલયોમાં ૨.૭ લાખ સીટ ઉપલ્બ્ધ
આ આવાસીય શાળાઓની હોસ્ટેલમાં કુલ ૨.૭ લાખ સીટ છે. જેમાં મેસ ઉપરાંત અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ હોસ્ટેલને અસ્થાઈ હોસ્પિટલ બનાવવામાં આવે તો સ્વાસ્થ્ય વિભાગને ઘણી મદદ મળી રહેશે. મોટાભાગના નવોદય વિદ્યાલય શહેરથી દૂર છે, જેથી આ અસ્થાઈ હોસ્પિટલમાં આવનારા કોરોના પીડિત જનતાથી પણ દૂર રહી શકશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post