• Home
  • News
  • કાશ્મીરમાં પંડિતો પર આતંકી હુમલો:શોપિયામાં સફરજનના બગીચામાં કામ કરી રહેલા બે પંડિત ભાઈઓ પર ફાયરિંગ; એકનું મોત, એક ઘાયલ
post

મે-જૂનમાં 9 ટાર્ગેટ કિલિંગ, પલાયન થઈ રહ્યા છે પંડિત

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 18:22:12

દક્ષિણ કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું છે. શોપિયાના છોટેપોરા વિસ્તારમાં આતંકીઓએ સફરજનના બગીચામાં કામ કરી રહેલા બે કાશ્મીરી પંડિત ભાઈઓ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે બીજો ઘાયલ છે. મૃતકની ઓળખ સુનીલ કુમાર તરીકે થઈ છે. ઘાયલ ભાઈનું નામ પિંટૂ કુમાર છે. સુરક્ષાદળોએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘવાયેલા ભાઈ પિંટૂ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભાજપ અધ્યક્ષ બોલ્યા-કાશ્મીરમાં લોહી વહાવવા માગે છે પાકિસ્તાન

જમ્મૂ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિંદર રૈનાએ કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં સતત લોહી વહાવવા માગે છે. કાશ્મીર ઘાટીને કબ્રસ્તાન બનાવવા માગે છે. પણ અમે નાપાક ઈરાદાઓને પૂરા નહીં થવા દઈએ. શોપિયા ક્ષેત્રમાં પંડિતોને નિશાન બનાવનાર આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઘાટીમાં સતત થઈ રહ્યું છે ટાર્ગેટ કિલિંગ
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ, ટાર્ગેટ કિલિંગ એ પાકિસ્તાનની કાશ્મીરમાં અશાંતિ ફેલાવાનું નવું ષડયંત્ર છે. માનવામાં આવે છે કે તેમનો ઈરાદો કલમ 370 દૂર થયા પછી જમ્મૂ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુન:વસનની યોજના નિષ્ફળ બનાવવાનો છે. કલમ 370 દૂર થયા પછી તરત કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી રહી છે. જેમાં આતંકીઓ ખાસ કરીને કાશ્મીરી પંડિતો, પરપ્રાંતીય મજૂરો અને સરકાર કે પોલીસમાં કામ કરી રહેલા સ્થાનિક મુસ્લિમોને પણ સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આતંકીઓ આ સ્થાનિક મુસ્લિમોને ભારતના નજીકના સપોર્ટર માની રહ્યા છે. નિષ્ણાતોએ કહ્યું કે, આ ટાર્ગેટ કિલિંગ દ્વારા આતંકીઓનો ઉદ્દેશ ઘાટીમાં અશાંતિ ફેલાવાનો છે. કલમ 370 દૂર થયા પછી ભારતીય સુરક્ષા એજન્સીઓએ જે કાર્યવાહી કરી તેના કારણે આતંકીઓનું જોર ઘટ્યું છે અને તેઓને આ જ વાત ખૂંચી રહી છે.

મે-જૂનમાં 9 ટાર્ગેટ કિલિંગ, પલાયન થઈ રહ્યા છે પંડિત
આ જ વર્ષે મે-જૂનમાં ટાર્ગેટ કિલિંગની સૌથી વધારે ઘટનાઓ બની છે. 7 મેથી લઈ 3 જૂન સુધીમાં 9 લોકોની હત્યા કરી દેવામાં આવી. સરકારી આંકડા મુજબ, 2022માં ટાર્ગેટ કિલિંગની 16 ઘટના સામે આવી. પોલીસનું માનવું છે કે હતાશ આતંકીઓએ પોતાની રણનીતિ બદલી છે અને હવે તેઓ હથિયાર વગરના પોલીસ કર્મીઓ, નિર્દોષ નાગરિકો, રાજનેતાઓ અને મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post