• Home
  • News
  • રાજકોટની સોનીબજારમાંથી પકડાયું આતંકી મોડ્યૂલ:બંગાળના 3 શખસ અલકાયદાનો પ્રચાર કરતા, ગુજરાત ATSના 3 અધિકારીએ વેશ પલટો કરી ત્રણેયને ઝડપ્યા
post

આ ત્રણેય શખસ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખસો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-01 18:00:17

ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળી હતી, આથી ગત મોડી રાતે ઓપરેશન કરીને ત્રણ આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયાં હતાં. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે.

ખત્રીવાડના શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકી રહેતો
ખત્રીવાડમાં આવેલ શ્રીકૃષ્ણ કુંજમાં એક આતંકી રહેતો હતો, સૈફ નવાઝ અને તેની સાથે રહેલા વધુ એક વ્યક્તિને પણ એટીએસ ઉઠાવી ગઈ છે. જુમ્મા મસ્જિદ ચોકમાંથી પણ શંકાસ્પદ ગણાતા 8થી વધુ લોકો ATSએ ઉઠાવ્યા છે. સત્તાવાર કેટલા લોકોની ધરપકડ થશે તે માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેર કરવામાં આવશે. 6થી 7 મહિનાથી સૈફ જુમ્મા મસ્જિદ પાસેના મકાનમાં ભાડે રહેતો હતો. શ્રીકૃષ્ણ કુંજમાં બહાર અને અંદર સીસીટીવી ફીટ થયેલા છે. આથી તેની ગતિવિધિ સીસીટીવીમાં કેદ થઈ હોય તેવું પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે.

મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા
ગુજરાત ATS એ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. ATSના ત્રણ પોલીસ અધિકારીઓ વેશપલટો કરી આવી અને કાજી આલોંગીરને મોબાઈલ ફોનમાં ફોટો બતાવી આમને ઓળખો છો તેવું પૂછી તેમના મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા હતા.

સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો
જે ચેમ્બરમાંથી બે આરોપીની અટકાયત કરી તેમની સાથે કામ કરતા અન્ય બંગાળી કારીગરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, શેઠ પાંચ છ વર્ષથી હું ઓળખું છું, બોવ સારો માણસ છે, આજુબાજુમાં કોઈને પણ તમે પૂછી શકો છો, બધા એવું જ કહેશે કે સારો માણસ છે. સવારથી પોતાનું કામ કરતો હતો અને સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો હતો. કોઈ તેમને મળવા આવ્યું હોય કે એવું કહી અમારા ધ્યાનમાં નથી. પોલીસે આવી તેમને મોબાઈલમાં ફોટા બતાવ્યા આમને ઓળખો છો. તેમ પૂછી બાદમાં અહિયાંથી ગઈકાલે લઇ ગયેલા છે.

ગુજરાત એટીએસએ રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના 3 શખસની અટકાયત કરી છે. આ ત્રણેય શખસ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખસો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. ત્રણેય શખસ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. 3 શખસ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post