• Home
  • News
  • કાશ્મીરમાં આતંકવાદી હુમલો:શ્રીનગરમાં વિદેશી ડેલિગેટ્સના પ્રવાસના દિવસે આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, જમ્મુ એરપોર્ટ પર એક આતંકવાદીની ધરપકડ
post

ત્રાલમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓના ત્રણ મદદગારોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 8 ડેટોનેટર અને મોટા પ્રમાણમાં IED બનાવવાનો સામાન મળી આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-18 10:04:35

શ્રીનગરના સોંવર વિસ્તારમાં બુધવારે સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓએ એક યુવકને ગોળી મારી દીધી છે. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સોંવર ડલ સરોવરથી 10 કિલોમીટર દૂર છે. બુધવારે જ 24 દેશના રાજકીય અગ્રણીઓએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરવા લઈ જવામાં આવ્યા ત્યારે આ આતંકી કૃત્ય કર્યુ છે. દરમિયાન શ્રીનગરથી 43 કિમી દૂર ત્રાલમાં સુરક્ષા દળોએ મોટા વિસ્ફોટનું ષડયંત્ર નિષ્ફળ બનાવી દીધુ છે અને હિઝબુલની સ્લીપર સેલના 3 મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન પુંછ પોલીસે જમ્મુ એરપોર્ટ પર આતંકવાદી શેર અલીની ધરપકડ કરી છે. તે અનેક આતંકવાદી પ્રવૃત્તિઓનો સૂત્રધાર છે, જેમાં આતંકવાદીઓની ઘુસણખોરીની સુવિધા, હથિયારોની તસ્કરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ત્રાલમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓના ત્રણ સહાયકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 8 ડેટોનેટર અને મોટા પ્રમાણમાં IED તૈયાર કરવાનો સામાન મળી આવ્યો છે.

સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા
ત્રણ આરોપી આતંકવાદી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનના સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા હતા. અવંતીપોરા પોલીસ, સેનાની 42RR અને CRPFની 180મી બટાલિયને ત્રાલના બાટાગુંડ ડડસરા ગામમાં તપાસ અભિયાન શરૂ કર્યું. તે સમયે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય સામે કેસ દાખલ કર્યો છે.

આતંકવાદીઓને હથિયાર અને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવતો હતો
ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓને મદદ કરવા માટે ત્રાલ અને અવંતીપોર વિસ્તારમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓને હથિયાર, દારૂગોળા સહિતની વ્યવસ્થા કરી આપતા હતા. ડડસરામાં પાડવામાં આવેલ દરોડામાં સુરક્ષા દળોએ એક ઘરમાંથી IED તૈયાર કરવાની સામગ્રી ઝડપી હતી. જેમાં 8 ઈલેક્ટ્રીક ડેટોનેટર, 7 એન્ટી મિકેનિઝ્મ સ્વિચ, 3 રિલે સ્વિચ, અન્ય એક સ્વિચ તથા એન્ટી માઈન વાયરલેસ એન્ટેના મળી આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post