• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પૃથ્વી શો, શુભમન ગિલ અને વનડેમાં મયંક અગ્રવાલનો સમાવેશ થયો
post

રોહિત ઇજાના લીધે કિવિઝ સામે વનડે અને ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-04 10:53:14

BCCI ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની સીરિઝ માટે 16 સદસ્યની ટીમ જાહેર કરી છે. તેમાં પૃથ્વી શોની વાપસી થઈ છે. તેમજ ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટ ટીમનો ભાગ છે. બીજી તરફ વનડે ટીમમાં ઇજગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ મયંક અગ્રવાલનો સમાવેશ થયો છે.

રોહિત અંતિમ T-20માં ઇજાગ્રસ્ત થયો
રોહિતને કિવિઝ સામેની અંતિમ T-20માં રવિવારે માઉન્ટ મોનગાનુઈ ખાતે કાફ (પગના સ્નાયુ) ઇન્જરી થઇ હતી. તેણે કરિયરની 21મી ફિફટી મારી હતી, પરંતુ ઇજાના લીધે દોડવામાં તકલીફ પડતી હોવાથી 60 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. BCCIના એક અધિકારીએ ન્યુઝ એજેન્સીને કહ્યું કે, "રોહિત ઇજાના લીધે કિવિઝ સામે વનડે અને ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં."

ઇશાંત શર્માને ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે

ઇશાંતની ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ છે. પરંતુ તેને પ્રથમ ટેસ્ટ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. નવદીપ સૈની ભારત માટે ટેસ્ટમાં ડેબ્યુ કરી શકે છે. તે ઉપરાંત ટીમમાં મોહમ્મદ શમી, બુમરાહ અને ઉમેશ યાદવ જેવા અનુભવી ફાસ્ટ બોલર્સ છે.

ભારતની ટેસ્ટ ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રૂષભ પંત, આર. અશ્વિન, આર.જાડેજા, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ. શમી, નવદીપ સૈની અને ઇશાંત શર્મા

ભારતની વનડે ટીમ: વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની , શાર્દુલ ઠાકુર અને કેદાર જાધવ

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post