• Home
  • News
  • ચીનની વિરુદ્ધ લદાખમાં તૈયારી:આર્મીએ LACની પાસે T-90 અને T-72 ટેન્ક તહેનાત કરી, એ માઈનસ 40 ડિગ્રીમાં પણ હુમલો કરશે
post

14 હજાર 500 ફૂટની ઊંચાઈ પર ચુમાર-ડેમચોક એરિયામાં તહેનાત કરવામાં આવી ટેન્ક

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 12:16:06

લદાખમાં લગભગ 5 મહિનાથી ચાલી રહેલા તણાવની વચ્ચે આર્મીએ શિયાળાની સીઝનમાં પણ જવાબદારી સંભળવાની પૂરતી તૈયારીઓ કરી લીધી છે. સેનાએ પૂર્વી લદાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC)ની પાસે આર્મડ રેજિમેન્ટની ટી-90 અને ટી-72 ટેન્કોને તહેનાત કરી છે. આ સિવાય બીએમપી-2 કોમ્બેટ વેહિકલ પણ મોકલવામાં આવ્યાં છે. આ યુદ્ધ ટેન્ક 14 હજાર 500 ફૂટની ઊંચાઈ પરના ચુમાર-ડેમચોક એરિયામાં તહેનાત કરવામાં આવી છે.

આ ટેન્કોની ખાસિયત એ છે કે એને માઈનસ 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ ઓપરેટ કરી શકાય છે. 14 કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું હતું કે લદાખમાં શિયાળાની ઋતુ ખરાબ હોય છે. જ્યાં સુધી શિયાળાની સીઝનની વાત છે, આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાઈ કેલેરી અને ન્યુટ્રિશનવાળું રેશન આપણી પાસે છે. ફ્યુલ અને ઓઈલ, શિયાળાનાં કપડાં, ગરમી માટેનાં સાધનો આપણી પાસે પર્યાપ્ત માત્રમાં છે.

ઊંચાઈ અને શિયાળાની ઋતુમાં ટેન્કોનું મેઇન્ટેનન્સ એ એક મોટો પડકાર
મેજર જનરલ અરવિંદ કપૂરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ઠંડીની ઋતુમાં અહીં રાતે ટેમ્પરેચર માઈનસ 35 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ સિવાય ઝડપી બરફીલા પવનો પણ વાય છે. આ વિસ્તારમાં ટેન્કો, મોટી બંદૂકો અને વાહનોનું મેઇન્ટેનન્સ એક મોટો પડકાર છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ ભારતીય સેનાની એકમાત્ર ટુકડી છે, જે આવી સ્થિતિમાં પણ સ્થિતિ સંભાળવા માટે તૈયાર કરવામાં આવી છે. અમે અહીં જવાનો અને હથિયારોના મેઇન્ટેનન્સને લઈને પૂરતી વ્યવસ્થાઓ કરી રાખી છે.

આર્મર્ડ રેજિમેન્ટને કોઈપણ મોસમ અને વિસ્તારમાં યુદ્ધ કરવાનો અનુભવ
ટેન્ક પર તહેનાત એક જવાને જણાવ્યું હતું કે મિકેનાઈઝ્ડ ઈન્ફેન્ટ્રી સેનાનો એડવાન્સ હિસ્સો છે. તે કોઈ પણ મોસમ અને વિસ્તારમાં યુદ્ધ કરવાનો અનુભવ ધરાવે છે. મિસાઈલ સ્ટોરેજ અને હાઈ મોબિલિટી એમ્યુનિશન જેવી ખાસિયતને કારણે આપણે લાંબા સમય સુધી યુદ્ધ કરવાની કાબેલિયત ધરાવીએ છીએ. ઈન્ફેન્ટ્રીમાં તહેનાત જવાનને કોઈપણ પ્રકારના હથિયાર ચલાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

ભારતની આર્મડ રેજિમેન્ટની પાસે થોડી જ વારમાં એલએસી પાસે પહોંચવાની ક્ષમતા છે અને અહીં રેજિમેન્ટ આમ કરીને જોઈ ચૂકી છે. ત્યારે 29-30 ઓગસ્ટે ચીને તેની ટેન્કોને તૈયાર કરી હતી અને ભારતની કેટલીક પોસ્ટ પર કબજો કરવાની કોશિશ કરી હતી. જોકે ભારતીય જવાનોએ ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. એટલું જ નહિ, પેંગોન્ગના દક્ષિણ કિનારાનાં મુખ્ય શિખરો પર પણ કબજો કર્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post