• Home
  • News
  • પાંચ મહિના પછી કોરોનાના સક્રિય દર્દીઓ વધવાનો 9 દિવસનો સરેરાશ દર શૂન્યથી નીચે, આ જ ટ્રેન્ડ રહ્યો તો સક્રિય દર્દીઓ 102 દિવસમાં અડધા થશે
post

21 રાજ્યમાં સારા સંકેત, 15 રાજ્યમાં નવા દર્દી વધી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 10:21:40

કોરોનાકાળમાં અત્યાર સુધી આપણે સાંભળતા-વાંચતા રહ્યા છીએ કે દર્દીઓ કેટલા દિવસમાં બમણા થઈ રહ્યા છે. જોકે, હવે પાંચ મહિના પછી સતત 9 દિવસ સક્રિય દર્દીઓ વધવાનો દર શૂન્યથી નીચે જતો રહ્યો છે, એટલે તેની ગણતરી પણ બદલાઈ ગઈ છે. 20થી 28 સપ્ટેમ્બર સુધી સક્રિય દર્દીઓ વધવાનો સરેરાશ દર - 0.21% થઈ ગયો છે. આ જ ટ્રેન્ડ રહ્યો તો આગામી 102 દિવસમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને અડધી થઈ જશે.

ડબ્લ્યુએચઓના કહેવા પ્રમાણે, સક્રિય દર્દીઓ વધવાનો દર સતત 14 દિવસ શૂન્યથી નીચે રહેશે તો કોરોનાનું પિક આવ્યાનું માની લેવાશે. આ જ આધારે અમેરિકા, બ્રાઝિલ અને યુરોપિયન દેશો પોતાને ત્યાં કોરોના પિક જાહેર કરી ચૂક્યા છે.

આ રીતે બદલાતા રહ્યા આંકડા, 9 દિવસમાં 56,298 સંક્રમિત દર્દી ઓછા

તારીખ

કુલ સક્રિય દર્દી

20

10,03,337

21

9,75,636

22

9,68,456

23

9,66,506

24

9,70,322

25

9,61,361

26

9,56,411

27

9,62,990

28

9,47,039

​​​​​​દેશમાં 20થી 28 સપ્ટેમ્બર વચ્ચે કુલ 56,298 સક્રિય દર્દી ઘટ્યા છે, જેમાંથી 35,818 એકલા મહારાષ્ટ્રમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post