• Home
  • News
  • BCCIએ કહ્યું- પાકિસ્તાન યજમાની માટે સ્વતંત્ર પરંતુ ભારતીય ટીમ ત્યાં રમવા નહીં જાય
post

PCBએ કહ્યું હતું- ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવો તો 2021માં T20 વર્લ્ડકપ રમવા તેઓ ભારત નહીં જાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-29 11:32:22

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) બુધવારે સ્પષ્ટ કર્યું કે તેમને વાતમાં કોઇ પરેશાની નથી કે PCB એશિયા કપ T20ની યજમાની કરે. તેઓ સ્વતંત્ર છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં રમવા નહીં જાય. શનિવારે PCBના CEO વસીમ ખાને કહ્યું હતું- જો ભારત એશિયા કપ રમવા અમારે ત્યાં નહીં આવે તો અમે પણ T20 વર્લ્ડકપ રમવા ત્યાં નહીં જઇએ. 2021માં T20 વર્લ્ડકપ ભારતમાં રમાશે. એશિયા કપ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાશે.

BCCIના એક પદાધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું- યજમાનીનો અધિકાર કોઇ મુદ્દો નથી. માત્ર એક તટસ્થ સ્થળની પસંદગી કરવાનો મુદ્દો છે કારણ કે ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ટીમ ઈન્ડિયા 2008થી પાકિસ્તાનના પ્રવાસે ગઇ નથી જ્યારે પાકિસ્તાનની ટીમ 2012 ભારત નથી આવી. પદાધિકારીએ કહ્યું- સવાલ તો મેદાનને લઇને છે. વાત બિલકુલ સ્પષ્ટ છે કે અમને તટસ્થ મેદાનની જરૂરિયાત રહેશે. એશિયા કપ જેવી મલ્ટી-નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન જવાની કોઇ સંભાવના નથી. જો એશિયન ક્રિકેટ કાઉન્સિલ ભારત સિવાય એશિયા કપ માટે તૈયાર થઇ જતી હોય તો તે અલગ વાત છે.

2018માં ભારતે એશિયા કપની યજમાની UAEમાં કરાવી હતી
પાકિસ્તાનના ખેલાડીઓને ભારતના વીઝા અપાવવામાં પણ મુશ્કેલી થશે. તે કારણોથી 2018માં એશિયા કપની યજમાની ભારતને મળી હતી ત્યારે બીજી બધી મેચ UAEમાં કરાવી હતી. BCCIના પદાધિકારીએ કહ્યું- PCB પણ આવુ કરી શકે છે. તટસ્થ મેદાનોમાં રમતનું આયોજન કરાવી શકે છે. પાકિસ્તાનમાં દસ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચોની વાપસી થઇ છે. ગત વર્ષે ઝિમ્બાબ્વે અને શ્રીલંકાની ટીમ રમવા ગઇ હતી. મહિને બાંગ્લાદેશની ટીમ 3 T20 રમવા પાકિસ્તાન પહોંચી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post