• Home
  • News
  • ભિખારીએ ચાર વર્ષમાં 90,000 બચાવીને પત્નીની મોપેડ ખરીદવાની ઈચ્છા પૂરી કરી
post

છિંદવાડા જિલ્લામાં રહેતા દિવ્યાંગ સંતોષ સાહૂ અને તેમના પત્ની રસ્તા પર ભીખ માંગે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:19:51

નવી દિલ્હી:

મધ્યપ્રદેશમાં પતિ પત્ની વચ્ચેના ગાઢ પ્રેમનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે ભિખારીએ ચાર વર્ષમાં 90000 રૂપિયા ભેગા કરીને મોપેડ ખરીદયુ છે. છિંદવાડા જિલ્લામાં રહેતા દિવ્યાંગ સંતોષ સાહૂ અને તેમના પત્ની રસ્તા પર ભીખ માંગે છે.

પહેલા સંતોષ ટ્રાયસિકલ ચલાવતા હતા અને તેને પત્ની મુન્નીએ ધક્કો મારવો પડતો હતો. જોકે ઢાળવાળા રસ્તા પર પત્નીને ધક્કો મારવો પડતો હતો અને તે વાત સંતોષને ખૂંચતી હતી.

એ પછી પત્નીએ મોપેડ ખરીદવા માટે કહ્યુ હતુ. ભીખના પૈસામાંથી બચાવી બચાવીને ચાર વર્ષમાં સંતોષે 90000 રૂપિયા ભેગા કર્યા હતા. જેમાંથી તેમણે મોપેડ ખરીદયુ છે. તેનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

સંતોષ કહે છે કે, પહેલા તો અમને છિંદવાડાના મંદિર અને મસ્જિદ સુધી જવા માટે પણ મુશ્કેલી પડતી હતી. હવે મોપેડના કારણે અમે ભીખ માંગવા માટે છેક ભોપાલ અને ઈન્દોર સુધી પણ જઈ શકીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post