• Home
  • News
  • બજેટ સત્રમાં લોકસભામાં 90% અને રાજ્યસભામાં 74% કામ થયું
post

કોરોનાને કારણે બજેટ સત્રને બંને પક્ષની સંમતિથી સ્થગિત કરવા નિર્ણય લેવાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 09:20:07

નવી દિલ્હી: કોરોનાને કારણે લોકસભા અને રાજ્યસભાના સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયા હતા. આ દરમિયાન લોકસભામાં 90 ટકા અને રાજ્યસભામાં 74 ટકા કામ થયું હતું. સંસદના સત્રના બંને ગૃહોની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ હતી. આ સત્ર 3 એપ્રિલ સુધી ચાલવાનું હતું. સત્રની અવધિ ઘટાડાતા 31માંથી 30 બેઠક જ થઈ શકી. પ્રથમ તબક્કામાં 11 ફેબ્રુઆરીએ રજા માટે સ્થગિત કરાયું હતું અને 2 માર્ચથી બીજો તબક્કો શરૂ થયો હતો. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ બજેટ સત્રમાં કામકાજ અંગે કહ્યું કે પ્રથમ તબક્કામાં લોકસભા અને રાજ્યસભાની કુલ 9 અને બીજા તબક્કામાં બંને સદનોની 14 બેઠકો થઈ હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સ્થગિત કરતાં સમયે કામકાજ અંગે સંતોષ વ્યક્ત કરી કહ્યું કે સત્ર દરમિયાન યોજાયેલી 30 બેઠકોમાં 109 કલાક 23 મિનિટ કામ ચાલ્યું હતું. કોરોનાને કારણે બજેટ સત્રને બંને પક્ષની સંમતિથી સ્થગિત કરવા નિર્ણય લેવાયો હતો.



કુલ 19 વિધેયક રજૂ કરાયા
સંસદીય કાર્ય મંત્રાલયના જણાવ્યા મુજબ બજેટ સત્ર દરમિયાન કુલ 19 વિધેયક રજૂ કરાયા હતા. લોકસભામાં 15 વિધેયક પસાર કરાયા હતા. 13 વિધેયકોને મંજૂરી મળી હતી. બંને ગૃહે કુલ 12 બિલ પાસ કર્યા હતા. તમામ જરૂરી નાણાંકીય વિધેયકને બજેટ સત્ર સ્થગિત થતાં પહેલાં સોમવારે જ બંને ગૃહોએ મંજૂરી આપી દીધી હતી.



લોકસભાનું કામકાજ

·         2020-21ના બજેટ અંગે 11 કલાક 51 મિનિટ ચર્ચા થઈ

·         રેલ મંત્રાલયની અનુદાન માંગ પર 12 કલાક 31 મિનિટ ચર્ચા ચાલી

·         સામાજિક ન્યાય મંત્રાલયની અનુદાન માંગ પર 5 કલાક 21 મિનિટ ચર્ચા ચાલી

·         પર્યટન મંત્રાલયની અનુદાન માંગ પર 4 કલાક 1 મિનિટ ચર્ચા ચાલી

·         16 સરકારી વિધેયક રજૂ થયા, 13 વિધયેક પસાર થયા


રાજ્યસભામાં કામકાજ

·         જનહિતના કુલ 249 મુદ્દા ઉઠાવાયા

·         12 વિધેયકો પસાર કરાયા

·         બીજા તબક્કામાં 22 ટકા સમય કાનૂની કામમાં ગયો

·         88 ટકા સમય ધમાલના કારણે બીજા તબક્કામાં ગુમાવ્યો

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post