• Home
  • News
  • વિશ્વમાં મોંઘી એવી Bentley Flaying Spur 5.60 કરોડની કાર ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે મેળવી
post

ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-29 09:36:40

અમદાવાદ: વિશ્વમાં મોંઘી કાર ગણાતી એવી Bentley કંપનીની Flaying Spur કાર ભારતમાં સૌથી પહેલી અમદાવાદી બિલ્ડરે ખરીદી છે. ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ ઓન રોડ રૂ. 5.60 કરોડની આ કાર 7 મહિના પહેલા બુકીંગ કરાવી હતી. ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી મળી હતી. જેમાં સૌથી પહેલી કાર અમદાવાદી દિપક મેવાડાને મળી હતી.

કાર ખરીદવા માટે 7 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું
અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા અને વ્યવસાયે ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ વાતચીતમાં જણાવ્યું હતું કે Bentley કંપનીની Flaying Spurનું મોડલ રી લોન્ચ થયું છે. કાર ખરીદવા માટે તેઓએ 7 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું. આ કાર હેન્ડમેઇડ હોય છે. ભારતમાં અત્યારે ચાર કાર જ આવી જ છે. જેમાં સૌથી પહેલા તેઓને કાર મળી છે. અન્ય ત્રણ કાર દિલ્લી, બેંગ્લોરમાં અને ડીલરને મળી છે. Bentley Flaying Spur કારની ઓન રોડ કિંમત રૂ. 5.60 કરોડ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post