• Home
  • News
  • શ્રીનગરમાં આતંકી હુમલાનું કારણ બેદરકારી:આતંકીઓની 90% માહિતી રાખનાર પોલીસ હંમેશા નિશાના પર; તેમની મૂવમેન્ટને પ્રોટેક્શન કેમ ન અપાયું?
post

પાકિસ્તાનને ખ્યાલ છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવામાં સૌથી મહત્વનો રોલ પોલીસનો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-14 11:10:45

કાશ્મીર: સોમવારે સાંજે શ્રીનગરના જેવન વિસ્તારમાં પોલીસની બસ પર આતંકી હુમલો થયો. બે પોલીસકર્મી શહીદ થઈ ગયા, જ્યારે 12 ઘાયલ થયા છે. આ ઘટના પછી આ સવાલ ઉઠાવવો જરૂરી છે કેમકે વેલી અને ખાસ કરીને શ્રીનગરમાં આટલી કડક સુરક્ષા વ્યવસ્થા તેમ છતાં આ હુમલો કઈ રીતે થયો. આતંકી કઈ રીતે પોલીસ બસની નજીક પહોંચ્યા, ફાયરિંગ કર્યું અને ભાગવામાં પણ સફળ રહ્યાં. રિપોર્ટ્સ મુજબ પોલીસકર્મીઓની પાસે હથિયારના નામે ફક્ત દંડા જ હતા.

આ અંગે જમ્મુ કાશ્મીર પોલીસના પૂર્વ DGP એસપી વૈદ સાથે વાતચીત કરી. વૈદના જણાવ્યા મુજબ રાજ્યના પોલીસકર્મીઓ આતંકીઓના ટાર્ગેટ પર હોય છે, કેમકે તેમનો રોલ જ સૌથી મહત્વનો હોય છે. તેમની પાસે આતંકી પ્રવૃતિઓ સાથે જોડાયેલી 90% જાણકારી હોય છે. તેમ છતાં પોલીસ પાર્ટીની મૂવમેન્ટને પ્રોટેક્શન કેમ ના અપાયું, તે સમજાતું નથી. જાણો પૂર્વ DGPએ વધુમાં શું કહ્યું.

પ્રોટેક્શન પાર્ટીની સાથે કેમ ન હતું....
વૈદ કહે છે- કાશ્મીરમાં જ્યારે કોઈ પણ પોલીસ પાર્ટીની મૂવમેન્ટ થાય છે તો એરિયા ડોમિનેશનથી તેની સુરક્ષા તૈયાર કરવામાં આવે છે. જ્યાં હુમલો થયો છે ત્યાં CRPF, BSF, ITBP, JKPના પણ કેમ્પ છે. સામાન્ય રીતે અહીં પોલીસ મોટા પ્રમાણમાં તહેનાત હોય છે. સોમવારે શું થયું તે સમજાતું નથી. પરંતુ અહીં આ એક મોટી ભૂલ છે તે ચોક્કસ છે. આ રીતે પોલીસ પાર્ટી મૂવમેન્ટમાં વેપન (હથિયાર) હોવા જરૂરી છે પરંતુ સમાચાર છે કે મોટાભાગના પોલીસકર્મીઓની પાસે હથિયારો જ ન હતા.

વૈદ વધુમાં કહે છે કે- મૂવમેન્ટ સમયે પ્રોટેક્શન પાર્ટી હોવી જ જોઈએ. આ તે વિસ્તાર છે જ્યાંથી સિક્યોરિટીઝ ફોર્સની મૂવમેન્ટ થતી જ રહેતી હોય છે. બની શકે છે કે આતંકીઓએ બસની મૂવમેન્ટ પર નજર બનાવી રાખી હોય અને તૈયારીની સાથે હુમલો કર્યો હોય. જે વિસ્તારમાં હુમલો થયો તે રહેણાંક વિસ્તાર પણ છે.

પોલીસ કેમ ટાર્ગેટ પર
વૈદના જણાવ્યા મુજબ- ઠંડીની મૌસમમાં સામાન્ય રીતે આતંકી પ્રવૃતિઓમાં ઘટાડો થાય છે પરંતુ આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ ઊંધુ થઈ રહ્યું છે. હાલના દિવસોમાં જમ્મુ કાશ્મીર પોલીસ પર હુમલાઓ વધ્યા છે. પોલીસકર્મીઓના પરિવારને જ આતંકવાદની સૌથી વધુ કિંમત ચુકવવી પડી રહી છે. પૂર્વ DGP કહે છે- હવે જ્યારે પોલીસ પર સતત હુમલાઓ વધી રહ્યાં છે તો પોલીસ પાર્ટી મૂવમેન્ટથી વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે.

પાકિસ્તાનને ખ્યાલ છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવામાં સૌથી મહત્વનો રોલ પોલીસનો છે. તેથી આતંકી પોલીસને જ નિશાન બનાવે છે. આતંકી પ્રવૃતિઓ સાથે જોડાયેલી 90% જાણકારી જમ્મુ પોલીસની પાસે હોય છે, તેનું કારણ એ છે કે પોલીસકર્મી જ સામાન્ય લોકોની વચ્ચે વધુ રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post