• Home
  • News
  • ભારતીય વૈજ્ઞાનિકોનું મોટું રિસર્ચ / મગજનો જે ભાગ શ્વાસને કંટ્રોલ કરે છે, ત્યાં સુધી કોરોના નાકથી પહોંચી શકે છે
post

જો મગજનો શ્વાસને કંટ્રોલ કરતો ભાગ ડેમેજ થઇ જાય તો કોરોના દર્દીનું મૃત્યુ થઇ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:51:05

આપણા મગજમાં જે ભાગ શ્વાસ લેવાની ક્ષમતાને કંટ્રોલ કરે છે, તે ભાગને કોરોનાવાઈરસનો ચેપ લાગી શકે છે. આ ભાગને રેસ્પિરેટ્રી સેન્ટર ઓફ બ્રેન કહેવાય છે. આ દાવો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી (IICB), કોલકાતાના સંશોધકોએ કર્યો છે. તેમનું કહેવું છે કે, નર્વસ સિસ્ટમના આ ભાગ પર નજર રાખવાની જરૂર છે, કારણ કે તેનાથી ખબર પડે છે કે કોરોના વાઈરસથી મૃત્યુનું જોખમ કેટલું વધારે છે.

મગજના ઓલફૈક્ટ્રી બલ્બ સુધી આ વાઈરસ પહોંચી શકે છે
સંશોધકોનું કહેવું છે કે, કોરોના વાઈરસ નાકની મદદથી મગજના ઓલફૈક્ટ્રી બલ્બ સુધી પહોંચી શકે છે. આ બ્રેનનો તે ભાગ છે, જે શ્વાસને કંટ્રોલ કરે છે. જો મગજનો આ ભાગ ડેમેજ થઇ જાય તો કોરોના દર્દીનું મૃત્યુ થઇ શકે છે.

વધુમાં રિસર્ચરે કહ્યું કે, કોરોના દર્દીઓમાં અન્ય અંગ કરતાં ફેફસાં પર સૌથી વધારે અસર થાય છે. દર્દીઓમાં કોરોનાની અસર બ્રેનને પર પણ પ્રભાવિત કરી શકે છે. તેમનો દાવો છે કે, આ પ્રથમ રિપોર્ટ છે જે કોરોના અને મગજના શ્વાસ સાથેના કનેક્શન વિશે સમજાવે છે. 

સંશોધક પ્રમાણે, કોરોના દર્દીઓમાં સેરેબ્રોસ્પાઈનલ ફ્લુઈડ અને મૃત્યુ પછી મગજનું પોસ્ટમોર્ટમ કર્યા પછી ઘણી વાત વિશે જાણી શકાય છે. તેનાથી આ વાત સામે આવી છે કે, મગજમાં કોરોના કયા રસ્તાથી પહોંચ્યો અને કેવી રીતે મગજમાં રેસ્પિરેટ્રી સિસ્ટમ સુધી ફેલાયો.

રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, કોરોના વાઈરસ મગજના રેસ્પિરેટ્રી સેન્ટર ઓફ બ્રેનને બંધ કરી શકે છે. જો કોરોના દર્દીઓમાં મગજ સાથે જોડાયેલા કોઈ લક્ષણ દેખાય તો તેને અલગ રાખો જેથી નજર રાખી શકાય.  

મગજ એ કોરોનાથી મૃત્યુ થવાનું કોઈ પ્રથમ કારણ નથી પરંતુ સારવાર દરમિયાન મગજમાં રેસ્પિરેટ્રી સિસ્ટમ પર નજર રાખવાની જરૂર છે. સંશોધકોની ટીમમાં ડો. પ્રેમ ત્રિપાઠી, ડો. ઉપાસના રે, ડો. અમિત શ્રીવાસ્તવ અને ડો. સોનુ ગાંધી સામેલ છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post