• Home
  • News
  • કોરોનાની અસર:દેશનો GDP વૃદ્ધિ દર ઘટી -23.9% થયો, મેન્યુફેક્ચરિંગમાં 39.3% અને બાંધકામ ક્ષેત્રમાં 50% ઘટાડો, એકમાત્ર કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ
post

દેશના અર્થતંત્રમાં 40 વર્ષમાં પ્રથમ વખત આટલો મોટો ઘટાડો થયો છે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં GDP 3.1 ટકા દરથી વધ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 09:16:47

કોરોનાને પગલે આર્થિક વિકાસ દર એટલે કે GDPના મોરચે ભારતને ઝાટકો લાગ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન અવધી દરમિયાન GDP વૃદ્ધિ દર -23.9% રહ્યો છે. ભારતીય અર્થતંત્રએ 40 વર્ષમાં પ્રથમ વખત આવો ઘટાડો જોયો છે. લોકડાઉનને પગલે દેશમાં ઠપ્પ થઈ ગયેલી આર્થિક પ્રવૃત્તિઓની અસર હવે અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતનું અર્થતંત્ર ક્યા છે,તેને એવી રીતે સમજી શકાય છે કે G-20 અર્થતંત્ર ધરાવતા દેશોમાં GDP બાબતમાં સૌથી ખરાબ દેખાવ ભારતનો રહ્યો છે.

એગ્રીકલ્ચર ક્ષેત્રમાં 3.4 ટકા ગ્રોથ
આંકડા પ્રમાણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં માઇનિંગ સેક્ટરનો વૃદ્ધિ દર 23.3 ટકા ઘટ્યો છે. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 4.7 ટકા ઘટાડો થયો હતો. આ રીતે મેન્યુફેક્ચરિંગમાં 3 ટકાની તુલનામાં 39.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કૃષિ વૃદ્ધિ દર આ ગાળા દરમિયાન 3.4 ટકા રહ્યો છે. બાંધકામ ક્ષેત્રમાં વૃદ્ધ દરમાં 50.2 ટકા ઘટાડો થયો છે. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં તે 5.3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.

RBI વ્યાજ દરોમાં ઘટાડો મોકૂફ રાખી શકે છે
આંકડા પ્રમાણે ટ્રેડ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ તથા કોમ્યુનિકેશન સેક્ટરના વૃદ્ધિ દરમાં 47 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ઈલેક્ટ્રિસિટીમાં 7 ટક ઘટાડો થયો છે. આ આંકડાકીય માહિતી જાહેર થયા બાદ હવે નિષ્ણાતોનું માનવું છે કે RBI વ્યાજ દરોમાં ઘટાડો ડિસેમ્બર સુધી મોકૂફ રાખી શકે છે. જોકે, આ અગાઉ મોઘવારીના આંકડા શુ આવે છે તેના પર RBIની નજર રહેશે.


એક વર્ષ અગાઉ GDPનો ગ્રોથ રેટ 5% હતો
સરકારે સોમવારે લોકડાઉન સમય ગાળા એટલે કે એપ્રિલ-જૂન 2020ના GDP આંકડા જાહેર કર્યા છે. CSO તરફથી જારી આંકડા પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ રેટ -23.9 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ દર 3.1 ટકા જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં 4.5 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.7 ટકા અને એક વર્ષ અગાઉ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5 ટકા હતો.

અર્થતંત્રમાં 20 ટકા ઘટાડાની શક્યતા હતી
તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના એક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ હતું કે જૂન ત્રિમાસિક ગાળામાં દેશના GDPમાં 21.5 ટકા ઘટાડો થઈ શકે છે. તે અંતર્ગત ઘરેલુ રેટિંગ એજન્સી કેર રેટિંગ્સે આ દરમિયાન GDPમાં 20 ટકા તથા SBIના ઈકોરેપે 16.50 ટકા ગટાડાની આશંકા વ્યક્ત કરી હતી

GDP શું છે
એક વર્ષમાં દેશમાં નિર્માણ કરવામાં આવતા તમામ સામાન તથા સેવાઓના કુલ મૂલ્યને GDP કહે છે. GDP કોઈ પણ દેશના અર્થતંત્રની સ્થિતિને દર્શાવે છે. તેનાથી ખબર પડે છે કે દેશનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે.NSOના GDPના આંકડા દરેક ત્રિમાસિક ગાળા એટલે કે વર્ષમાં ચાર વખત જાહેર કરવામાં આવે ચે. તેની ગણતરી વપરાશ ખર્ચ, સરકારી ખર્ચ, રોકાણ ખર્ચ તથા ચોખ્ખી નિકાસ મારફતે થાય છે.

આ સેક્ટરનો GDPમાં સમાવેશ થાય છે
આ ક્ષેત્રના આંકડા લેવામાં આવે છે. તેમા કૃષિ, રિયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ, વીજળી, ગેસ સપ્લાય, માઇનિંગ, બાંધકામ, વેપાર તથા કોમ્યુનિકેશન, ફાઈનાન્સિંગ તથા ઈન્સ્યોરન્સ, બિઝનેસ સર્વિસિસ, કોમ્યુનિટી, સોશિયલ તથા જાહેર સેવા વગેરેનો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post