• Home
  • News
  • એક દિવસની રાહત બાદ કોરોનાથી મોતનો આંકડો ફરી વધ્યો, 24 કલાકમાં આટલા નવા કેસ
post

ભારતમાં કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ લેતો નથી. એક દિવસની રાહત બાદ વળી પાછો કોરોનાનો પ્રકોપ વધ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-26 10:57:30

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર ઓછો થવાનું નામ લેતો નથી. એક દિવસની રાહત બાદ વળી પાછો કોરોનાનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 2.08 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 4100થી વધુ મોત થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 20,06,62,456 લોકોને રસીના ડોઝ અપાયા છે. 

22 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં ગઈ કાલે કોરોનાના 22,17,320 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો 33,48,11,496 પર પહોંચી ગયો છે.

24 કલાકમાં 4100થી વધુ લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 4157 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો હવે 3,11,388 પર પહોંચી ગયો છે. આ અગાઉ મંગળવારે બહાર પડેલા આંકડા મુજબ કોવિડ-19થી 3511 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 24મી  મેના રોજ 4454 લોકોના જીવ ગયા હતા. 

કોરોનાના નવા કેસમાં થયો વધારો
ભારતમાં કોરોનાના નવા કેસમાં એકવાર ફરીથી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 2,08,921 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 2,71,57,795 થઈ છે. જેમાંથી 24,95,591  દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. આ અગાઉ મંગળવારે 25મી મેના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશભરમાં એક દિવસમાં કોવિડના 1 લીાખ 96 હજાર 427 નવા કેસ નોંધાયા હતા. 24મી મેના રોજ 2 લાખ 22 હજારથી વધુ કેસ નોંધાયા હતા. 

સતત ઘટી રહ્યા છે એક્ટિવ કેસ
મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 2,95,955 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 2,43,50,816 થયો છે જ્યારે  24,95,591 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. આમ જોઈએ તો સતત એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post