• Home
  • News
  • CM કેજરીવાલે સાત દિવસ માટે દિલ્હીની બોર્ડર સીલ કરી, જાણો તેની શું અસર થશે
post

NCRમાંથી દિલ્હીમાં પાસથી જ પ્રવેશ મળશે, કામ માટે આવતા લોકોને મુશ્કેલી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 10:39:12

નવી દિલ્હી: કોરોના સંકટને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીની બોર્ડરને સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત આગામી સાત દિવસ સુધી બોર્ડર સીલ રહેશે. લોકોને આવવા માટે પાસ ઇશ્યૂ કરવામા આવશે અને જરુરી સેવાઓથી જોડાયેલા લોકોને એન્ટ્રી મળી શકશે. આ નિર્ણય પ્રમાણે હવે દિલ્હીમાં નોએડા, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ, ફરીદાબાદ જેવા NCR શહેરોમાંથી કોઇ એન્ટ્રી મળી શકશે નહીં. 

સલૂન ખુલા રહશે, સ્પા બંધ રહેશે
મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું કે દિલ્હીમાં સલૂન ખુલા રહેશે પરંતુ સ્પા બંધ રહેશે. જે પહેલા ખોલી દેવાયું છે તે ચાલુ રહેશે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી લોકો ઘરમાં રહેશે. ટુ વ્હિલરમાં હવે પાછળ એક વ્યક્તિ બેસી શકશે. બજારમાં ઓડ ઇવન ખતમ કરવામા આવ્યું છે, હવે બધી દુકાનો એકસાથે ખુલશે. ઉદ્યોગો પણ એક જ સમયે ખુલી શકશે. 

લોકો પાસેથી સૂચન માંગ્યા

CM અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસેથી બોર્ડર ખોલવા અંગે સૂચનો માંગ્યા છે. તેમણે કહ્યું છે કે દિલ્હી પ્રમાણે તો હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા છે પણ જો બીજા રાજ્યના દર્દીઓ આવશે તો પરેશાની થઇ શકે છે. આવી પરિસ્થિતિમાં તેમને શું કરવું જોઇએ? શું તેમને બોર્ડર સીલ કરવી જોઇએ કે પછી બધા રાજ્યો માટે ખુલી રાખવી જોઇએ ?

કેજરીવાલે કહ્યું કે દિલ્હી દિલવાળાઓની છે તેથી તેઓ બધા લોકોના સૂચનો જાણવા માગે છે. કેજરીવાલે કહ્યું કે અત્યારે તો એક અઠવાડિયા માટે દિલ્હીની બોર્ડર સીલ રાખવા કહ્યું છે. આગામી આદેશ લોકોના સૂચન બાદ આવશે. શુક્રવાર સુધી લોકોને સૂચન આપવા કહ્યું છે. તેના માટે મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી પણ જાહેર કર્યા છે. delhicm.suggestions@gmail.com પર મેલ કરી શકાય છે અથવા તો 1031 પર કોલ કરીને સૂચન આપી શકાય છે. 

વ્યવસ્થા કઇ રીતે , કોને અસર થશે

·         જેમની પાસે પાસ કાર્ડ છે તેમને જ એન્ટ્રી મળશે.

·         દિલ્હી સરકારે લોકો પાસે બોર્ડરને આગામી દિવસોમાં પણ સીલ કરવા અંગે સૂચનો માગ્યા છે. 

·         ડીટીસી બસો હવે ગુરૂગ્રામ સુધી ચાલી નહીં શકે. માત્ર દિલ્હીમાં જ તે ચાલશે. 

·         હરિયાણાના વાહનો દિલ્હી નહી આવી શકે. ખાનગી વાહનોને પાસની જરૂર પડશે. 

·         દિલ્હીમાં ગુરગ્રામ-ફરીદાબાદથી આવનારા લોકની સંખ્યા વધારે છે. તેથી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી શકે છે.

ઉત્તરપ્રદેશ બોર્ડરની પરિસ્થિતિ

·         ઉત્તરપ્રદેશના નોએડા અને ગાઝિયાબાદ દિલ્હીથી જોડાયેલા છે. જોકે હજુ અહીં બોર્ડર ખોલવામા આવી નથી. 

·         અનલોક અંતર્ગત રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ પર નિર્ણય છોડ્યો હતો. ત્યારબાદ મેજિસ્ટ્રેટે બોર્ડર ન ખોલવાનો નિર્ણય લીધો. 

·         હવે નોએડાથી દિલ્હી જવા માટે પાસ દેખાડવો પડશે. કલેક્ટર કચેરી અથવા તો આરોગ્ય સેતૂથી અપ્લાય કરી શકાય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post