• Home
  • News
  • પોઝિટિવ કેસોનો ડબલિંગ રેટ 8 દિવસનો છે, જે 3 મે સુધીમાં 12 દિવસનો લાવવાનો હોવાથી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો: મ્યુનિ. કમિશનર
post

‘જો દુકાનો ખૂલે તો ઇન્ફેક્શન સ્પ્રેડમાં વધારો થવાની શક્યતા છે, 3 મે સુધી ડબલિંગ રેટ 11થી 12નો કરવા પ્રયાસ કરીશું’

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-27 12:08:14

અમદાવાદ: રવિવારે દુકાનો 3 મે સુધી બંધ જ રાખવાનો નિર્ણય ન લીધો હોત તો કોરોનાના કેસોની સંખ્યામાં વિસ્ફોટ થાત તેમ મ્યુનિ. કમિશનર વિજય  નેહરાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અમદાવાદમાં હાલ પોઝિટિવ કેસોનો ડબલિંગ રેટ 8 દિવસનો છે, જે 3 મે સુધીમાં 12 દિવસનો લાવવાનો હોવાથી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 18મી એપ્રિલે એક જ દિવસમાં 243 કેસ હતા. 8 દિવસમાં  ડબલિંગ રેટ પણ જોઈએ તો રોજના 500થી 600 કેસ અપેક્ષિત હતા. છેલ્લા 2-3 દિવસથી કેસોમાં સામાન્ય વધારો થયો છે, પરંતુ તે અપેક્ષિત છે. જે ડબલિંગ રેટ 3થી 4 દિવસનો હતો તે હવે 8 દિવસની આસપાસનો કરી શક્યા છીએ. હજુ 3 મેએ લોકડાઉન પૂરું થાય ત્યાં સુધીમાં આ ડબલિંગ રેટમાં વધારો કરીને તેને 11થી 12 દિવસ લાવવા પ્રયાસ કરીશું, તે અધરું છે, પણ આપણે સાથે મળીને કામ કરીશું તો તેમાં સફળ થઈશું. આવા સમયમાં જો દુકાનો ખૂલે તો સ્વાભાવિક રીતે જ ઇન્ફેક્શન સ્પ્રેડમાં વધારો થવાની શક્યતા છે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખી તમામ વેપારી એસોસિયેશનો સંપર્ક કરીને મોટાભાગના વેપારી એસોસિયશને સામેથી જ સહમતી દર્શાવી છે કે, કોઈ પણ દુકાનો તેઓ 3 મે સુધી નહિ ખોલે. ફક્ત જે દુકાનો જરૂરી વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલી હતી તે જ ખુલ્લી રહેશે.

વિવિધ એસોસિયેશન 3 મે સુધી દુકાનો બંધ રાખવા સંમત
શહેરનાં વિવિધ એસોસિએશન દ્વારા લોકડાઉનનો અમલ કરવા સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે, શહેરનાં તમામ કાપડ બજાર કન્ટેન્મેન્ટ એરિયામાં આવતા હોવાથી તથા 3 મે સુધી લોકડાઉન હોવાથી સરકારના પરિપત્રનો અમલ કરીને બંધ રાખવાના છીએ. અમદાવાદ સ્કૂટર પાર્ટ્સ એસોસિએશન, ક્રૉકરી એન્ડ ગ્લાસવેર મર્ચન્ટ, અમદાવાદ જ્વેલર્સ એસો., ચોકસી મહાજન માણેકચોક, માણેકચોક સોનાચાંદી દાગીના બજાર, કાલુપુર કટલરી માર્કેટ, પાંચકુવા મહાજન, સીજી રોડ વેપારી એસોસિએશન, અમદાવાદ બેગ એસોસિએશન, અમદાવાદ પેપર મર્ચન્ટ એસોસિએશન,અમદાવાદ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન, નવા અને જૂના માધુપુરા હોલસેલ માર્કેટ, બુક બજાર એસોસિએશન અને રવિવારી બજાર એસો.ના પ્રમુખ દ્વારા 3 મે સુધી લોકડાઉન વખતે સંપૂર્ણ પણે બજારો બંધ રાખવા સભ્યોને જણાવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post