• Home
  • News
  • ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીના રજિસ્ટ્રેશન અને ફિટનેસની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ, અગાઉ 30 જૂન અંતિમ તારીખ હતી
post

આ અગાઉ માર્ગ પરિવહન મંત્રાલયે 30 માર્ચના રોજ ગાડીઓની ફિટનેસ સર્ટીફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સની મુદત ત્રણ મહિના વધારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-10 09:56:58

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીના રજીસ્ટ્રેશન અને ફિટનેસની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. માર્ચ મહિનામાં આ અવધિ 30 જૂન સુધી વધારવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી  હતી. મંગળવારે આ અંગે એક આદેશ જારી કરવામાં આવ્યો હતો તેમ જ તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશને આ સંદર્ભમાં એક એડવાઈઝરી પણ ઈસ્યુ કરવામાં આવી છે.


આ અગાઉ પરિવહન મંત્રાલયે 30 માર્ચના રોજ કોરોના સંકટને લીધે ગાડીઓના ફિટનેસ સર્ટીફિકેટ, પરમિટ, ડ્રાઈવિંગ લાઈસન્સ તથા રજિસ્ટ્રેશનની મુદત 30 જૂન સુધી વધારી હતી. આ છૂટ એવી ગાડીઓ માટે હતી કે જેની માન્યતા 1લી ફેબ્રુઆરી 2020થી 31 મે વચ્ચે પૂરી થતી હતી. સરકારે તમામ એજન્સીઓને તાકીદ કરી હતી કે આ મુદતનો અંત આવ્યા બાદ પણ તેઓ 30 જૂન સુધી તમામ દસ્તાવેજોને માન્ય રાખે.

લોકડાઉન બાદ RTO બંધ છે
આ આદેશ કોરોના વાઈરસને લીધે 25 માર્ચના રોજ લાગુ કરવામાં આવેલ લોકડાઉન બાદ આવ્યો હતો. સરકારે લોકડાઉનમાં તમામ સરકારી ઓફિસો ઉપરાંત બિનઆવશ્યક સેવાને લગતી ઓફિસો બંધ કરી હતી. તેને લીધે લોકો ગાડીઓની ફિટનેસ, પરમિટ તથા લાઈસન્સ રિન્યૂ કરાવી શક્યા ન હતા. હજુ પણ અનેક રાજ્યોમાં લોકડાઉન 30 જૂન સુધી લાગુ છે. આ સંજોગોમાં રિન્યૂ કરાવવામાં મુશ્કેલી આવશે. આ સ્થિતિને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post