• Home
  • News
  • પાંચ રાજ્યોની મોટી હોસ્પિટલોથી ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોના મહામારીથી અન્ય બીમારીના 60% દર્દીને સારવાર નહીં, ઓપરેશન બંધ
post

ઓપીડીમાં દર્દીઓ સામાન્ય દિવસોની તુલનામાં ફક્ત 20%

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 10:44:05

કોરોનાકાળ અન્ય બીમારીના દર્દીઓ માટે પણ મુશ્કેલી બની ગયો છે. દેશનાં પાંચ રાજ્યમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં છેલ્લા આઠ મહિનામાં આવા 60% દર્દી ઘટી ગયા છે. ઈમર્જન્સીમાં પણ દર્દીઓને બહુ મુશ્કેલીથી જગ્યા મળે છે. ઓપરેશન માટે દર્દીઓને લૉકડાઉન પહેલાંની તુલનામાં પહેલાં કરતા બમણા સમય સુધી રાહ જોવી પડી રહી છે.

ગંભીર બીમારીવાળા દર્દીઓને હાલાકી
25
નવેમ્બરે લૉકડાઉનના આઠ મહિના પૂરા થઈ રહ્યા છે ત્યારે ભાસ્કરે પાંચ રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા અને બિહારની મોટી સરકારી હોસ્પિટલોમાં તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું છે કે, હજુ પણ ઓપીડી સંપૂર્ણપણે શરૂ નથી થયા. દર્દીઓની સંખ્યા સામાન્ય દિવસોની તુલનામાં 20% જ રહી છે. કોરોનાના કારણે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ જ સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે. સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઊભું કરાયું હોવાથી લોકો સંક્રમણના ભયથી જ ત્યાં સારવાર કરાવવા નથી જતા. અહીંની કેન્સર હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં તબદીલ કરાઈ છે. અહીં કેન્સરના રોજ 100થી વધુ દર્દીની સર્જરી અઠવાડિયા માટે બંધ કરાઈ છે. આ સાથે કિડની અને હાર્ટની તકલીફનો સામનો કરી રહેલા ઓપીડીના દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. અહીં રોજ 400થી 800 જેટલા ઓપીડી કેસ આવતા, પરંતુ હવે તે સંખ્યા ના બરાબર થઈ ગઈ છે.

દર્દીઓની સંખ્યા 3 હજાર થઈ ગઈ
દેશની મોટી હોસ્પિટલ પૈકીની એક દિલ્હી એઈમ્સમાં કોરોના પહેલાં ઓપીડીમાં રોજના 10-12 હજાર દર્દી આવતા, જે સંખ્યા ઘટીને હવે માંડ ત્રણ હજાર થઈ ગઈ છે. અહીં રોજ આશરે 1200 દર્દી ઈમર્જન્સીમાં આવતા હતા હવે જરૂરિયાત પ્રમાણે જ આ દર્દીઓનાં ઓપરેશન થઈ રહ્યાં છે. અહીં ના તો ઓપીડીની તારીખ મળી રહી છે અને ના તો દર્દીઓ ભરતી થઈ શકે છે.

બિહારની પટણા એઇમ્સ કોવિડ માટે અનામત
મહારાષ્ટ્રમાં પૂણેની સરકારી સસૂન હોસ્પિટલના ડિન ડૉ. મુરલીધરન તાંબે કહે છે કે લૉકડાઉન પહેલાં ઓછું જોખમ ધરાવતી રોજની 140 સર્જરી થતી, પરંતુ હવે 100થી ઓછી થાય છે. ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા 2200થી ઘટીને 1400 થઈ ગઈ છે. હરિયાણાના રોહતક પીજીઆઈએમએસમાં પણ ત્રણ દિવસ પહેલાં ઈલેક્ટિવ સર્જરી બંધ કરવાનો આદેશ કરાયો છે. અહીં ફક્ત ઈમર્જન્સી સર્જરી જ ચાલુ છે. લૉકડાઉન પહેલાં અહીં રોજ સરેરાશ 10 હજાર દર્દી આ‌વતા હતા, જ્યારે હવે ફક્ત ત્રણ હજાર રહી ગયા છે. બીજી તરફ, બિહારની પટણા એઈમ્સને પણ કોવિડ માટે અનામત કરાઈ છે. જોકે, બાકીની હોસ્પિટલોમાં તમામ ઓપરેશન અને ઓપીડી શરૂ કરાયાં છે, પરંતુ કિડની ટ્રાન્સપ્લાન્ટ બંધ કરી દેવાયું છે.

દિલ્હી એઇમ્સમાં નવા દર્દીઓ દાખલ કરવા પર 7 ડિસે. સુધી રોક
દિલ્હી એઇમ્સની ઓપીડીમાં નવા દર્દીઓ દાખલ કરવાનું 7 ડિસે. સુધી બંધ કરી દેવાયું છે. 23 નવેમ્બરે આદેશ જારી કરીને આ રોક લગાવાઇ છે. સફદરજંગ હોસ્પિ.માં પણ ઓપીડીના દર્દીઓની સંખ્યા 10 હજારથી ઘટીને 1,500 થઇ ગઇ છે.

ઓપીડી સંપૂર્ણપણે શરૂ નહીં, પ્લાન્ડ સર્જરી પણ ટળી
દેશનાં 5 રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલના આ 4 કેસ સ્ટડી દર્શાવે છે કે ત્યાં હોસ્પિટલોમાં કોરોના પૂર્વેની સ્થિતિ આવતાં 6-7 મહિના લાગી શકે છે...

મહારાષ્ટ્ર: બીજી સર્જરીની રાહ જોવામાં 5 મહિના પથારીવશ રહ્યા
ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્ડ મેનેજર અમોલ પાલેકર (41)ની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પૂણેની સસૂન હોસ્પિ.માં માર્ચમાં થઇ હતી. બીજી સર્જરી જૂનમાં થવાની હતી પણ લૉકડાઉનના કારણે 5 મહિના રાહ જોવી પડી. ઓક્ટો.માં ઓપરેશન થઇ શક્યું.

·         અનલૉક બાદ રાજ્યમાં સ્થિતિ સામાન્ય થતાં હજુ 6-7 મહિના લાગી શકે છે.

ગુજરાત: ઓપરેશન માટે નવી તારીખ 2 મહિનાથી નથી મળી રહી
બોન કેન્સર સર્જરી માટે શ્યામલભાઇ રાજકોટથી અમદાવાદ આવ્યા તો ખબર પડી કે ત્યાંની કેન્સર હોસ્પિ. કોવિડ સેન્ટરમાં ફેરવી દેવાઇ છે. બધી જ પ્લાન્ડ સર્જરી ટાળી દેવાઇ છે. અમદાવાદમાં 2 મહિનાથી તારીખની રાહ જોઇ રહ્યા છે.

·         અહીં રોજ કેન્સરના 400-800 દર્દી ઓપીડીમાં આવતા હતા. હાલ સર્જરી બંધ છે.

હરિયાણા: કેન્સર સર્જરી તો છોડો, ઓપીડીની તારીખ પણ નથી મળતી
દિલ્હી-એનસીઆરના 36 વર્ષીય રાજા રામના ભત્રીજા અમિત બૈંસલાએ જણાવ્યું કે તેમના કાકાને 13 નવેમ્બરે કેન્સર વિભાગમાં બતાવ્યું હતું, જે પછી તેમને સર્જરીની સલાહ અપાઇ. હાલ સર્જરી તો છોડો, ઓપીડીની તારીખ પણ નથી મળી રહી.

·         રાજ્યમાં ઇમરજન્સી સર્જરી જ થઇ રહી છે. ઓપીડીના દર્દીઓ 80% ઘટ્યા છે.

દિલ્હી: કોરોના નેગેટિવ, હવે ઓપીડી ખૂલવાની જોવાતી રાહ
દ્વારકાની ગરિમાની હિસ્ટોસ્કોપી થવાની હતી પણ તે માટે પહેલાં કોરોના ટેસ્ટ ફરજિયાત હતો. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એઇમ્સની ઓપીડી માટે અઠવાડિયાથી રાહ જોઇ રહી છે. ઓપીડી 7 ડિસે. સુધી બંધ કરી દેવાઇ છે.

·         એઇમ્સની ઓપીડીમાં રોજ 12 હજાર દર્દી આવતા હતા. હાલ 2 હજાર આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post