• Home
  • News
  • ટેલિવિઝનનો સૌથી વિવાદિત શો બિગ બોસના ઘરની પહેલી ઝલક આવી સામે
post

આ શો ને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. દર વર્ષે બિગ બોસના ઘરની થીમ બદલાતી રહે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-03 17:55:28

ટીવીના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની નવી સીઝન ફરી એકવાર ટીવી પર આવવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ બિગ બોસના ચાહકોમાં આ શોને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે સલમાન ખાનનો આ શો 15 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો ને લઇને એક અપડેટ સામે આવ્યુ છે. દર વર્ષે બિગ બોસના ઘરની થીમ બદલાતી રહે છે. 

આ દરમિયાન 'બિગ બોસ'ના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બિગ બોસના ઘરનો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવા ઘરની અંદરની ઝલક જોઈ શકાય છે. આ વખતે બિગ બોસનું ઘર ખૂબ જ આલીશાન બનવાનું છે. આ સિઝન ખૂબ જ મજેદાર રહેવાની છે. 

આ વખતે થીમ કપલ વર્સિસ સિંગલ છે. એવા અહેવાલો છે કે, પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન આ સિઝનમાં શોમાં ભાગ લેવાના છે. આ સિવાય મુનાવર ફારૂક, શીઝાન કાન, અરમાન મલિક, ઈશા માલવિયા અને મિસ્ટર ફૈજુ પણ આ શો માં આવવાના અહેવાલ છે. જો કે, આ શોમાં આવનાર કોઈપણ સભ્યો વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post