• Home
  • News
  • વર્ષ 2020માં રજૂ થયેલી યાદીનું પ્રથમ નામ છે નિસર્ગ, બાંગ્લાદેશે આ નામ આપ્યું; વર્ષ 1953માં નામ આપવાની શરૂઆત થઈ
post

ભારત સહિત આઠ દેશ અરબ સાગર અને બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડાનું નામ રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 12:05:26

નવી દિલ્હી. અરબી સમુદ્રમાંથી ઉદભવેલા ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરીયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તેને જોતા મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અત્યારે આ વાવાઝોડુ મુંબઈથી 490 કિમી, ગોવાની રાજધાનીથી 280 કિમી અને ગુજરાતના સુરતથી 710 કિમી અંતરે છે. અમ્ફાન બાદ આ ચક્રવાતી વાવાઝોડાને નિસર્ગ નામ બાંગ્લાદેશે આપ્યું છે. આ શબ્દનો અર્થ "બ્રહ્માંડ" થાય છે.

અરબ સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડાને 2004થી નામ આપવામાં આવે છે

એટલાન્ટીક મહાસાગરની આજુબાજુના દેશોએ ચક્રવાતી વાવાઝોડાનું નામ આપવાની સૌ પ્રથમ વખત વર્ષ 1953થી શરૂઆત કરી હતી. હવે વર્લ્ડ મીટીરિઓલોજીક ઓર્ગેનાઈઝેશને એવી વ્યવસ્થા ઉભી કરી છે કે જેમના વિસ્તારમાં વાવાઝોડું આવે તે દેશ જ તેને નામ આપે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા સમુદ્રી તોફાનોનું નામ રાખવાની શરૂઆત 16 વર્ષ એટલે કે 2004થી થઈ હતી. આ માટે એક યાદી તૈયાર કરવામાં આવી છે. તેમા આઠ દેશ છે. જ્યારે જે દેશનો નંબર આવે છે તે દેશની યાદીમાં આપવામાં આવેલા નામને આધારે તે વાવાઝોડાનું નામ આપવામાં આવે છે.

એપ્રિલ મહિનામાં જારી કરવામાં આવી હતી 160 નામની યાદી, નિસર્ગ પહેલુ નામ

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નિર્માણ પામતા વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ દ્વારા આપવામાં આવે છે. ભારતીય મૌસમ વિભાગ (IMD)એ એપ્રિલ 2020માં ચક્રવાતી વાવાઝોડાની એક નવી યાદી જારી કરી હતી. નવી યાદીમાં નિસર્ગ, અર્નબ, આગ, વ્યોમ, અજાર, તેજ, ગતિ, પિંકૂ અને લૂલૂ જેવા 160 નામ સામેલ છે. ગત યાદીનું અંતિમ નામ અમ્ફાન હતું. આ નામ થાઈલેન્ડે આપ્યું હતું. અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડીસામાં મોટા પાયે નુકસાન કર્યું હતું.

સૌ પ્રથમ નામ ઓનિલ
વર્ષ 2004માં જ્યારે વાવાઝોડાનું નામ આપવાની શરૂઆત કરવામાં આવી ત્યારે પહેલુ અંગ્રેજી નામ આલ્ફાબેટ્સ પ્રમાણે બાંગ્લાદેશને આ માટે તક મળી હતી. તેને પ્રથમ વાવાઝોડાનું નામ ઓનિલ રાખ્યુ. ત્યારબાદ પણ વાવાઝોડા આવ્યા, તેના નામ ક્રમ પ્રમાણે નક્કી કરાવમાં આવ્યા. અમ્ફાન બાદ આ નામ પૂરા થઈ ગયા. હવે પહેલેથી શરૂઆત કરવામાં આવશે. ભારતે આ યાદી માટે અગ્નિ, આકાશ, વીજળી, જળ, લહર, મેઘ, સાગર અને વાયુ નામ આપ્યા હતા.

અમેરિકા દ્વારા આપવામાં આવેલા નામ
બીબીસી તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમેરિકાએ વર્લ્ડ વોર-2 દરમિયાન ચક્રવાતી વાવાઝોડાના નામ મહિલાઓના નામ આપવાની શરૂઆત કરી હતી. વર્ષ 1978માં અડધા ચક્રવાતોના નામ પુરુષો પરથી રાખવામાં આવ્યા હતા. અમેરિકામાં પ્રત્યેક વર્ષ માટે 21 નામની યાદી તૈયાર કરવામાં આવે છે. દરેક અલ્ફાબેટથી એક નામ રાખવામાં આવે છે, પણ Q,U,X,Y,Z સિવાય આપવામાં આવેછે. જો વર્ષમાં 21 કરતા વધારે વાવાઝોડા આવે તો ગ્રીન અલ્ફાબેટ જેવા કે અલ્ફા, બીટ, ગામાનો ઉપયોગ કરવામાં આવે છે. વાવાઝોડાના નામ નક્કી કરવામાં ઓડ-ઈવન ફોર્મ્યૂલા અપનાવવામાં આવે છે.

ઓળખ અને સતર્કતા માટે નામાંકરણ કરાય છે

વાવાઝોડાના નામ આપવા પાછળ કેટલાક કારણ રહેલા છે. જેમ કે મીડિયાને તેનું રિપોર્ટીંગ કરવામાં સરળતા રહે. નામને લીધે લોકો વાવાઝોડાના વધારે ગંભીરતાથી લઈ શકે છે. તેનો સામનો કરવામાં પણ મદદ મળે છે. સામાન્ય નાગરિક પણ સંબંધિત વિભાગો મારફતે તે અંગે અપડેટ રહી શકે છે.આ માટે નિયમ છે. બે શરત પ્રાથમિક છે. પહેલી-નામ નાનુ અને સરળ હોવુ જોઈએ. બીજુ-જ્યારે તેનો પ્રચાર કરવામાં આવે છે ત્યારે લોકો તેને સમજી શકે. એક સૂચન એવું પણ આપવામાં આવ્યુ છે કે તે સાંસ્કૃત્તિક રીતે સંવેદનશીલ ન હોવું જોઈએ અને તેનો અર્થ ભડકાઉ ન હોવો જોઈએ.

આ રીતે નિર્માણ પામે છે ચક્રવાતી વાવાઝોડા
ચક્રવાતી વાવાઝોડુ ગરમીની સિઝનમાં આવે છે. સમુદ્રમાં ઈક્વેટર પાસે જ્યારે સુરજની ગરમી વધે છે ત્યારે સમુદ્રનું પાણી 27 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમ થઈ જાય છે. તેની વરાળ બને છે અને ગરમ હવા ઝડપભેર ઉપર જાય છે. તેને લીધે હવા ચકરાવા લાગે છે અને ભેજથી ભરેલા વાદળા પણ તેની સાથે ઘૂમવા લાગે છે. તેને લીધે વાવાઝોડુ નિર્માણ પામે છે અને ભેજનું પ્રમાણ જેટલુ વધારે હોય છે એટલું જ વાવાઝોડુ ખતરનાક હોય છે. ઈક્વેટરની ઉપર વાવાઝોડુ ડાબી બાજુ ફરે છે અને નીચે (દક્ષિણી ગોળાર્ધમાં)માં વાવાઝોડુ જમણી બાજુ ફરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post