• Home
  • News
  • સરકારે ગૃહમાં સ્વીકાર્યું કે....:ગુજરાતમાં 700 સરકારી પ્રાથમિક શાળાઓમાં 1-1 શિક્ષક, રાજ્યમાં 86 જેટલી સરકારી શાળાઓ બંધ કરી
post

કચ્છ જિલ્લામાં 100 પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 12:16:07

રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાઓની સંખ્યા 700 છે. સૌથી વધારે કચ્છ જિલ્લામાં 100 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. મહીસાગર જિલ્લામાં એક જ શિક્ષક ધરાવતી 74 જ્યારે તાપીમાં 59, સુરત જિલ્લામાં 43, વડોદરા જિલ્લામાં 38 છે. ભાવનગર અને ખેડા જિલ્લાને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં એક જ શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાઓ છે. પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ઘણી શાળાઓમાં એક જ ધોરણમાં એકથી વધારે વર્ગ પણ હોય છે. વિધાનસભામાં સરકારે આ કબૂલાત કરી છે. કોંગ્રેસના સભ્યોના સવાલોના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે, રાજ્યમાં બે વર્ષમાં 86 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે.

રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી! કુલ 563 જગ્યા ખાલી
રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની 193 જગ્યા ભરાઈ છે અને 93 જગ્યા ખાલી છે. કેળવણી નિરીક્ષકની 30 જગ્યા ભરાયેલી છે અને 563 જગ્યા ખાલી છે. કેળવણી નિરીક્ષકની 5% જગ્યા ભરાયેલી છે અને 95% જગ્યા ખાલી છે. 17 જિલ્લામાં એક પણ કેળવણી નિરીક્ષક નથી. સુરત જિલ્લામાં કેળવણી નિરીક્ષકની 35 જગ્યા ખાલી છે. બનાસકાંઠામાં 30 જગ્યા ખાલી છે.

આ જિલ્લામાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ વધારે

જિલ્લો

શાળાઓમાં એક શિક્ષક

કચ્છ

100

મહીસાગર

74

તાપી

59

સુરત

43

વડોદરા

38

છોટાઉદેપુર

34

સાબરકાંઠા

32

બનાસકાંઠા

31

નર્મદા

29

આણંદ

24

જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 25 પ્રાથમિક શાળાઓ બંધ કરાઇ

બે વર્ષમાં રાજ્યમાં 577 સરકારી શાળાઓ બંધ/મર્જ કરવામાં આવી છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં 144 શાળાઓ મર્જ કરવામાં આવી છે. રાજ્યમાં બે વર્ષમાં 86 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી 491 મર્જ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે 25 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. રાજ્યના 16 જિલ્લાઓમાં કેટલીક પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં 55 પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 37 અને અરવલ્લી જિલ્લામાં 47 શાળાઓ મર્જ કરાઇ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post