• Home
  • News
  • સરકારે સ્પષ્ટતા કરી, રૂપિયા 2,000ની ચલણી નોટ વ્યવસ્થામાંથી પાછી નહીં ખેંચાય
post

સરકાર રૂપિયા 2,000ની ચલણી નોટો પાછી ખેંચવા જઈ રહી છે તેવા અહેવાલોને નકારી રાજ્યકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ ઠાકુરે આજે જણાવ્યું હતું કે સરકાર આવી કોઈ જ યોજના ધરાવતી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-11 10:59:35

સરકાર રૂપિયા 2,000ની ચલણી નોટો પાછી ખેંચવા જઈ રહી છે તેવા અહેવાલોને નકારી રાજ્યકક્ષાના નાણાં પ્રધાન અનુરાગ ઠાકુરે આજે જણાવ્યું હતું કે સરકાર આવી કોઈ જ યોજના ધરાવતી નથી અને કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. શું સરકાર ભવિષ્યમાં રૂપિયા 2,000ની ચલણી નોટ પાછી ખેંચવા જઈ રહી છે, તેવા એક પ્રશ્નના જવાબમાં ઠાકુરે આજે જણાવ્યું હતું કે મારા મતે આ અંગે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

સમાજવાદી પક્ષના નેતા વિશામ્ભર પ્રસાદ નિશાદે જણાવ્યું હતું કે રૂપિયા 2,000ની ચલણી નોટ દાખલ કરવાથી દેશમાં કાળા નાણાંનું પ્રમાણ વધી ગયું છે. લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તિ રહી છે કે તમે (સરકાર) રૂપિયા 2,000 ની ચલણી નોટોની જગ્યાએ રૂપિયા 1,000ના મૂલ્યની ચલણી નોટો દાખલ કરવા જઈ રહ્યા છે. જેના જવાબમાં ઠાકુરે જણાવ્યું હતું કે સરકાર આ પ્રકારની કોઈ જ યોજના ધરાવતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ની માહિતી પ્રમાણે 4,નવેમ્બર,2016ના રોજ રૂપિયા 17,741.87 અબજની નોટો ચલણમાં હતી, જે 25 નવેમ્બર,2019ના રોજ વધીને રૂપિયા 22,356.48 અબજ થઈ હતી. આમ ઓક્ટોબર,2014 થી ઓક્ટોબર, 2016 દરમિયાન ચલણમાં રહેલી નોટોનું પ્રમાણ વાર્ષિક ધોરણે 14.51 ટકા દરથી વધ્યું છે. બીજીબાજુ ડિજીટલ પેમેન્ટના વ્યવહારો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહ્યા છે. વર્ષ 2017-18માં 2071 કરોડ વ્યવહારો થયા હતા, જે વર્ષ 2018-19માં 3,134 કરોડ, આ સમયગાળામાં ડિજીટલ ચુકવણીના વ્યવહારોમાં 51 ટકાનો વધારો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post