• Home
  • News
  • સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં નોંધાયો, દીવના દરિયામાં કરંટ
post

દીવના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:16:49

રાજકોટ: સતત ચોથા દિવસે સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં નોંધાયો છે અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દીવના અરબી સમુદ્રમાં કરંટ સાથે મોજા ઉછળ્યાં હતાં.

દીવનાં અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો
હવામાન વિભાગની આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. દીવના ઘોઘલા દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયા કિનારે આહલાદક વાતાવરણ સર્જાતા લોકોમાં ખુશી જોવા મળી હતી. 

ગઢાળાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ
સતત વરસી રહેલા વરસાદના પગલે નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જેથી ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદીમાં આવેલ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ એક મોટર સાયકલ પણ પાણીમાં ફસાઈ ગયું હતું.

દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા છે. જેથી મગફળીના પાકને નુકસાન થયું છે. ગડીયા ગામના 25 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય થતાં પાકને નુકસાન થયું છે.

ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો ખંભાળિયામાં 12 ઈંચ, કલ્યાણપુરમાં 11 ઈંચ, ભાણવડમાં 8 ઈંચ, દ્વારકામાં 8 ઈંચ, જામનગરમાં 4 ઈંચ, જામજોધપુરમાં 7 ઈંચ, લાલપુરમાં 5 ઈંચ, કાલાવડમાં 3 ઈંચ, પોરબંદરમાં 5 ઈંચ કુતીયાણાામાં 7 ઈંચ અને રાણાવાવમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ સૌથી વધુ ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. 

સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસથી અનરાધાર વરસાદ પડતાં સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. અષાઢ મહિનામાં જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.  મહત્વનું છે કે છેલ્લા 4 દિવસથી જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post