• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ, રાજ્યના 46 તાલુકામાં મેઘરાજા મહેરબાન
post

કચ્છના મુંદ્રામાં 53 મિમિ, અબડાસામાં 30 મિમિ અને ગાંધીધામમાં 5 મિમિ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 12:03:03

છેલ્લા 24 કલાકમાં કચ્છ પર મેઘો ઓળઘોળ થયો હતો. માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે કચ્છના અન્ય તાલુકામાં મુંદ્રામાં 53 મિમિ, અબડાસામાં 30 મિમિ અને ગાંધીધામમાં 5 મિમિ વરસાદ પડ્યો હતો. રાજ્યના 17 જિલ્લાના  કુલ 46 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. રાજ્યમાં જુનાગઢના કેશોદમાં 40 મિમિ, અમરેલીના લાઠીમાં 27 મિમિ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં 112 મિમિથી 1 મિમિ સુધી વરસાદ થયો છે.
 
બે દિવસના વરસાદથી માંડવી પાણી-પાણી
રવિવારના 7 ઈંચ અને સોમવારે 4.48 ઇંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. નદી અને તળાવો છલકાઈ જતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાં હતાં, જ્યારે મોટી સંખ્યામાં પાલતુ પ્રાણીઓનાં મોત થઈ ગયાં હતાં. પાણીમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. માંડવી ઉપરાંત અબડાસા અને મુંદ્રા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.  મૂશળધાર ખાબકેલા વરસાદથી ભારાપર ડેમ ઓવર ફ્લો થયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયાં હતાં. માંડવીમાં ડેમનું પાણી ફરી વળતાં લોકોના મકાનોની સાથે સરકારી અનાજના ગોડાઉનમાં પણ પાણી ભરાઈ જતાં અનાજ પલળી ગયું હતું. માંડવીમાં ભારપર વાડી વિસ્તારમાં ડેમનું પાણી ધસી આવતાં લોકો પાણીમાં ફસાઈ ગયાં હતાં. જેમનુ હોડીમાં રેસ્ક્યૂ કરાયું હતું.

રાજ્યમાં નોધાયેલા વરસાદના 5 મિમિ સુધીના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ

કચ્છ

માંડવી

112

કચ્છ

મુંદ્રા

53

જૂનાગઢ

કેશોદ

40

કચ્છ

અબડાસા

30

અમરેલી

લાઠી

27

સુરત

ચોર્યાસી

23

સુરત

પાલસણા

21

સુરત

સુરત શહેર

19

નવસારી

જલાલપોર

15

જુનાગઢ

માળીયા

14

જુનાગઢ

વંથલી

14

ભરૂચ

હાંસોટ

13

સુરત

કામરેજ

13

સુરેન્દ્રનગર

લખતર

11

રાજકોટ

રાજકોટ

11

જુનાગઢ

માણાવદર

10

જુનાગઢ

માંગરોળ

10

રાજકોટ

જસદણ

9

વલસાડ

ઉમરગામ

9

ભરૂચ

અંકલેશ્વર

8

રાજકોટ

પડધરી

7

નવસારી

વાંસદા

7

કચ્છ

ગાંધીધામ

5

જામનગર

જામનગર

5

જુનાગઢ

જુનાગઢ

5

જુનાગઢ

જુનાગઢ શહેર

5

ગીરસોમનાથ

તાલાલા

5

 

adv

Related News

post
post
post
post
post
post
post