• Home
  • News
  • જૂન મહિનામાં આ સમય સુધીનો છેલ્લાં 6 વર્ષનો સૌથી વધારે વરસાદ, 6 તાલુકાઓમાં 10 ઈંચથી વધારે વરસાદ
post

રાજ્યમાં જૂનમાં જ સરેરાશ 14 ટકા વરસાદ, ગયા વર્ષે આ સમયે માત્ર 6 ટકા વરસાદ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 09:13:29

અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે જૂન મહિનાની‌ 23 તારીખ સુધીમાં જ સરેરાશ 4.50 ઈંચ એટલે કે 14 ટકા વરસાદ પડી ગયો છે. ગત વર્ષે આ જ‌ સમયે રાજ્યમાં સરેરાશ માત્ર બે ઈંચ એટલે કે 6 ટકા વરસાદ જ પડ્યો ‌હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 78 ટકા જેટલો પડી ગયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ પણ કચ્છના લખપતમાં ઝીરો ટકા છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ 10 ટકા છે, દક્ષિણમાં 8 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધારે છે.

છેલ્લા અઠવાડિયામાં વરસાદ સારો
123
તાલુકાઓમાં બેથી 5 ઈંચ સુધી, 78 તાલુકાઓમાં 5થી 10 ઈંચ સુધી, 6 તાલુકાઓમાં 10 ઈંચથી વધારે જ્યારે 43 તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ‌છે. છેલ્લાં 5 વર્ષમાં આ સમય સુધીનો સૌથી વધુ વરસાદ છે. 2015 અને 2017મા જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થયો હતો. રાજ્યમાં જળાશયોમાં પણ 48 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવરમાં 62 ટકા જળસંગ્રહ છે અને 125.17 મીટર પાણીની સપાટી છે.

ઝોન વાઇઝ વરસાદ-જળાશયોની સ્થિતિ

ઝોન

સરેરાશ

વર્તમાન

ટકા

ડેમ

સંગ્રહ

ઉત્તર ગુજરાત

719

72

9.98

15

28%

મધ્ય ગુજરાત

819

106

12.95

17

47%

દક્ષિણ ગુજ.

1447

114

7.87

13

44%

સૌરાષ્ટ્ર

677

140

20.71

140

27%

કચ્છ

412

103

25

20

26%

કુલ

831

112

13.39

206

48%

વરસાદના આંકડા મી.મી.માં)

દક્ષિણમાં ભારે વરસાદની આગાહીઃ આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી છે.

આ તાલુકામાં વધારે વરસાદ

તાલુકો

સરેરાશ

વર્તમાન

ટકા

માંડવી

426

333

78

ગઢડા

546

343

63

લીલીયા

640

273

43

આ તાલુકામાં ઓછો વરસાદ

તાલુકો

સરેરાશ

વર્તમાન

ટકા

લખપત

334

0

0

દાંતીવાડા

625

4

0.64

પારડી

2168

18

0.83

 

adv

Related News

post
post
post
post
post
post
post