• Home
  • News
  • વારાણસી:ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને જે ઘર માટે અમેરિકી નાગરિકત્વ ઠુકરાવ્યું હતું તે તોડાઇ રહ્યું છે, અહીં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનશે
post

દત્તક પુત્રી સોમા પરેશાન, કહ્યું- મકાનની જાળવણી થવી જોઇએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 09:49:03

ભારત રત્ન અને બિહારનું ગૌરવ દિવંગત શરણાઇવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંનું વારાણસીના બેનિયા બાગ સ્થિત ત્રણ માળનું મકાન તોડાઇ રહ્યું છે. તેની જગ્યાએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવાશે. આ મકાન 1936માં ખરીદાયું હતું, જ્યાં ઉસ્તાદે પૂરી જિંદગી વીતાવી. તેમના શિષ્યોએ ઘણી વાર તેમને અમેરિકામાં સ્થાયી થવાની ઓફર કરી હતી પરંતુ તેમણે હંમેશા તેનો અસ્વીકાર કર્યો હતો. આ ઘર પર હવે ઉસ્તાદના દિવંગત પુત્ર મેહતાબ હુસેનના દીકરાઓનો માલિકીહક છે. મેહતાબ ઉસ્તાદના 5 દીકરા પૈકી એક હતા. તેમના એક પૌત્ર સુફીએ કહ્યું, ‘નાણાભીડના કારણે ઘર તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. અહીં ત્રણ માળનું એક બિલ્ડિંગ બનશે, જેના એક ભાગમાં ઉસ્તાદનું મ્યૂઝિયમ બનશે. ત્યાં અમે તેમની તમામ વસ્તુઓ, એવોર્ડ્સ વગેરે મૂકીશું.

દત્તક પુત્રી સોમા પરેશાન, કહ્યું- મકાનની જાળવણી થવી જોઇએ
બિસ્મિલ્લાહની શિષ્યા રહેલી તેમની દત્તક પુત્રી, ગાયિકા સોમા ઘોષે કહ્યું- હું એ જાણીને દુ:ખી છું કે બાબા (ઉસ્તાદ)નું ઘર તોડી પડાયું છે. તે એક ઘર નહોતું પણ સંગીતપ્રેમીઓ માટે આરાધનાનું એક સ્થળ હતું. હું આ ધરોહરની જાળવણી માટે અપીલ કરીશ. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રીગનનું અમેરિકામાં સ્થાયી થવાનું નિમંત્રણ ઉસ્તાદે માત્ર એક રૂમમાં રાખેલા ખાટલા પર આવતી સરસ ઊંઘ ખાતર ઠુકરાવી દીધું હતું.નોંધનીય છે કે ઉસ્તાદે 1947માં લાલ કિલ્લા પર શરણાઇ વગાડીને ઇતિહાસ સર્જ્યો હતો. તેમને 2001માં ભારત રત્નથી નવાજાયા. 2006માં તેમનું નિધન થયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post