• Home
  • News
  • ભારત અને ચીન વચ્ચે લશ્કરી વાતચીતનું સ્તર વધ્યુ, પણ તણાવ ઓછો કરવાની ક્ષમતા ઘટી ગઈ....
post

જવાબદાર દેશો પાસે સંભવિત અથડામણથી બચવા માટે એક મિકેનિઝમ હોય છે, યુદ્ધ એક ઘાતક વ્યવસાય છે,તે કોઈ પણ દેશને દસ વર્ષ પાછળ ધકેલી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:02:26

ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે આ સપ્તાહે મોસ્કોમાં વાતચીત બાદ બન્ને દેશ વચ્ચે સ્થિતિ સુધરવાની આશા સર્જાઈ છે. તેમ છતાં તે એક પરીક્ષાની ઘડી છે. છેલ્લા ચાર મહિનાથી સતત લદ્દાખમાં ચીન સાથે ગતિરોધ યથાવત છે. આપણે શક્ય તમામ કરી છૂટ્યા જે અગાઉ પણ કર્યું હતું.પણ બન્ને દેશ ત્યાંના ત્યાંજ છે. બન્ને દેશના જવાન વચ્ચે LAC પર ઝપાઝપી થઈ.ત્યારબાદ બન્ને દેશની બોર્ડર પર્સનલની મીટિંગ યોજાઈ. આ બેઠકોમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ પણ મોટા મુદ્દાને લઈ ઉકેલ મેળવી શકાયો નહીં.

આપણે એ વાત પર ગર્વ કરતા હતા કે તમામ મતભેદો અને ગતિરોધો બાદ પણ સીમા પર છેલ્લા ચાર દાયકાથી ફાયરિંગ નથી થયું, કોઈના જીવ ગયા નથી. જોકે 2020ની આ ગરમીમાં આ બન્ને માન્યતાનો અંત આવી ગયો. સરહદ પર ફાયરિંગ પણ થયુ અને મૃત્યુ પણ થયા. અલબત બન્ને દેશ આ માટે એકબીજાને દોષિત ગણે છે. પ્રથમ વખત લશ્કરી વાટાઘાટને લેફ્ટેનન્ટ જનરલ સ્તર પર અપગ્રેડ કરવામાં આવી છે.

અલબત વાતચીતનું લેવલ તો વધ્યુ પણ તણાવ ઓછો કરવાની ક્ષમતામાં કોઈ જ ઘટાડો ન થયો. ગયા સપ્તાહે ભારતીય સેનાએ યુદ્ધના મેદાન તથા વાતચીતના ટેબલ પર બન્ને મોરચે સ્થિતિને પોતાની તરફ જાળવી રાખતા દક્ષિણ પેંગોંગ ત્સો તથા અન્ય કેટલાક શિખરો પર પોતાનો કબ્જો જમાવ્યો. તેણે PLAને પીછેહઠ કરવા ફરજ પાડી.PLAને આ સ્થિતિની ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે ભારત આ પ્રકારના પગલા ભરી શકે છે. તેને લીધે ચીનને નુકસાન પણ થયુ છે. આ સંજોગોમાં તેમણે ડરાવવા માટે ફાયરિંગ પણ કર્યું.

બન્ને દેશ વચ્ચે અત્યારે અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે. બે પરમાણુ સમ્પન્ન દેશ તેની સેના સાથે સીમા પાર એકબીજાનો સામનો કરી રહ્યા છે. અનેક તબક્કાની વાતચીત પણ થઈ છે અને હજુ પણ તે ચાલી રહી છે. જોકે હજુ સુધી કોઈ સફળતા મળી નથી. વિશ્વ હવે શ્વાસ થંભાવીને જોઈ રહ્યું છે. અનેક લોકોએ મધ્યસ્થતા માટે પ્રસ્તાવ રજૂ કર્યો, જેને વિનમ્રતા સાથે નકારી દેવામાં આવ્યો. આ સમયમાં સેના અને સરકારને ખૂબ જ સાવચેતીપૂર્વક કરવા જોઈએ. સરકારના તમાં વિભાગો અને દેશની શક્તિના તમામ ઉપકરણો વચ્ચે તાલમેળ હોવો જરૂરી છે. આ પ્રકારની સ્થિતિમાં દેશને એકજૂટ રહેવું જોઈએ.

આ અંગે દેશમાં ગુસ્સો છે. તેને લઈ સૌના અલગ-અલગ વિચાર છે. મીડિયા હાઉસ સૌથી ઝડપી રિપોર્ટ કરવા ઈચ્છે છે. જરૂર પડે તો હકીકતની તપાસ તથા વિશ્વસનીયતાની પણ કિંમતે તે આ અહેવાલો આપે છે. કારણ કે TRPને લઈ તેમની મજબૂરી છે.

જોકે, સેનાના વિષયમાં માહિતીને લઈ તેમની પાસે થોડો અભાવ છે. માટે તેઓ એક્સપર્ટ્સ, નિવૃત લશ્કરી અધિકારી અને સંરક્ષણ વિશ્લેષકોની મદદ લે છે. આ નિષ્ણાતો એવા ક્ષેત્રમાં કામ કરેલુ હોય છે કે તેમને આ વિષયની જાણકારી હોય છે અને ઓપરેશન્સની સારી એવી જાણકારી ધરાવે છે. અલબત મુશ્કેલી ત્યારે શરૂ થાય છે કે જે જ્યારે કેટલાક લોકો હકીકતને વાસ્તવિકતાથી દૂર રાખવાની શરૂઆત કરે છે. આ મ કરવાથી ઓપરેશનમાં સૈનિકોના જીવનને જોખમમાં નાંખી દે છે. કેટલાક કટ્ટર રાષ્ટ્રવાદી મીડિયા, નિષ્ણાતો અને કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સર્જિકલ સ્ટ્રાઈક અને અંદર જઈને બોધપાઠ ભણાવ્યો જેવી બાબત પર વાતો કરવા લાગે છે. કેટલાક લોકો દરેક પગલાને લઈ સેના તથા સરકાર સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

લોકો તો ત્યાં સુધી કહે છે કે ચીને આપણો એક હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર કબ્જો કરી લીધો છે, તેની ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરવું જોઈએ. તેને બોધપાઠ ભણાવવો જોઈએ. આ પ્રકારની ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાથી બચવું જોઈએ. મને લાગે છે કે આ સમયમાં આપણે શાંતિ અને સંતુલન જાળવી રાખવું જોઈએ. સૌએ ભારતીય સેના પર વિશ્વાસ રાખવાની જરૂર છે. કારણ કે સેનાએ આપણને ક્યારેય નિરાશ કર્યા નથી અને ભવિષ્યમાં પણ નિરાશ નહીં કરે. આપણે 130 કરોડ દેશવાસીઓ તેમની સાથે છીએ. આજે મીડિયાએ પણ સંયમ રાખવાની જરૂર છે. હું પણ સૌ પરિપક્વ નાગરિકને આ માટે અપીલ કરું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post