• Home
  • News
  • લોકડાઉનથી અત્યાર સુધી 418 લોકોના મોત, સૌથી વધારે 91 લોકોએ આપઘાત કર્યો
post

આ ડેટા 11 મે સુધીનો છે, આ ડેટાબેઝથી ત્રણ રિસર્ચર- કનિકા શર્મા, થેજેશ જીએન અને અમને મળીને તૈયાર કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 11:52:46

નવી દિલ્હી : કોરોના વાઈરસ અંદાજે 60 નેનોમીટરનો છે. એટલે કે એટલો નાનો કે પેનથી બનાવાયેલા એક પોઈન્ટમાં લાખો કોરોના વાઈરસ રહી શકે છે.આવડા નાના વાઈરસે દુનિયાભરમાં 2.5 લાખ લોકો કરતા પણ વધારે લોકોના ભોગ લીધા છે. 

આપણા દેશમાં અત્યાર સુધી 22 હજાર લોકોએ કોરોનાથી હારીને જીવ ગુમાવ્યો છે. પરંતુ આ 22 હજાર લોકો જ નહી, જેમનો જીવ કોરોનાના કારણે ગયો છે. આ ઉપરાંત 418 લોકો એવા પણ છે જેમના મોત સંક્રમણથી નહીં પણ લોકડાઉનના કારણે થયા છે. આ આંકડો 11 મે સુધીનો છે. જેનો ડેટા ત્રણ રિસર્ચર કનિકા શર્મા, અમન અને થેજેશે તૈયાર કર્યો છે. 

91 લોકો એવા છે, જેમને આપઘાત કરી લીધો 
ઉત્તરપ્રદેશમાં કિશની નામનું એક શહેર છે. અહીંયા રવિદાસપુરનું એક નાનું ગામડું છે. અહીંયા સત્યમ નામનો એક વ્યક્તિ રહેતો હતો. જે કામ ધંધા માટે જયપુર રહેતો હતો. સત્યમ જયપુરમાં ઈંટની ભટ્ટીમાં મજૂરી કરતો હતો. કોરોનાને કારણ તેની રોજી રોટી છીનવાઈ ગઈ હતી.
સત્યમ જયપુરમાં ફસાઈ ગયો હતો. તેણે ઘરે ફોન કરીને કહ્યું , હું પાછો આવી રહ્યો છું ઘરે પણ બધા ખુશ હતા. પણ સત્યમે તેના રૂમમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

વધુ એક કહાની
સત્યમ જ નહીં બિહારના ગયાનો રહેવાસી 38 વર્ષના રાજેશ રાઉતે પણ 9મે ના રોજ એટલા માટે આત્મહત્યા કરી લીધી હતી કારણ કે લોકડાઉનના કારણે 47 દિવસથી તેનો ધંધો બંધ હતો. ઘર ચલવાવવા માટે પણ પૈસા ન હતા. જ્યારે પરિવારમાં બધા હેરાન થવા લાગ્યા તો રાજેશે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો. 

કોરોનાનો ડર 
સત્યમ અમે રાજેશની જેમ ઘણા લોકોએ પણ ધંધો ખરાબ થવાથી, અથવા કામ ન મળવાના કારણે અથવા આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી લીધી હતી. પણ ઘણા એવા હતા જેમણે માત્ર એટલા માટે આત્મહત્યા કરી લીધી કારણ કે તેમને એવું લાગ્યું કે તેમને કોરોના થઈ ગયો છે. 

રાજસ્થાનના ચુરુમાં વોચમેનની નોકરી કરનારા 30 વર્ષના મુકેશ આ જ ડરનો શિકાર થયા હતા, મુકેશ પોતાને કોરોના સંક્રમિત સમજી રહ્યા હતા. તેમને સુસાઈડ નોટમાં એ જ લખ્યું હતું. જો કે તેમનો મોત બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

સાથે જ પંજાબના મોહાલી શહેરમાં રહેનારા 65 વર્ષના ઓમકારે તો એટલા માટે આત્મહત્યા કરી લીધી કારણ કે વડાપ્રધાને લોકડાઉન 14 એપ્રિલ પછી પણ આગળ વધારી દીધું હતું.

પ્રવાસી મજૂર ઘરે આવવા માટે નીકળ્યા હતા, પણ રસ્તામાં જ અકસ્માતના કારણે મોત થયું હતું 
લોકડાઉનની સૌથી ખરાબ અસપ જો કોઈની પર પડી રહી છે, તો એ પ્રવાસી મજૂરો પર પડી રહી છે. જ્યાં ફેક્ટરીઓ અને કામ-ધંધા ઠપ થઈ ગયા છે, તો આ મજૂરો તેમના ઘરે તરફ વળી રહ્યા છે. જેમાં 83 મજૂરોના મોત પણ થઈ ગયા છે. 8 મેના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 16 મજૂરોના મોત થયા હતા. આ તમામ મજૂર મધ્યપ્રદેશના હતા. પરંતુ મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા. ઔરંગાબાદથી મધ્યપ્રદેશ માટે ઘણી ટ્રેન રવાના થઈ હતી. એટલા માટે આ મજૂરો જાલનાથી ઔરંગાબાદથી મધ્યપ્રદેશ માટે રેલવે ટ્રેકના કિનારે કિનારે નીકળી પડ્યા હતા. 40 કિમી ચાલ્યા બાદ મજૂરો થાકીને રેલવે ટ્રેક પર જ સુઈ ગયા હતા. થોડીક જ વારમાં એક માલગાડી તેમના પર ચડી ગઈ જેમાં 14 મજૂરોના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા. અને બે લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.આ મજૂરોની જેમ 27 માર્ચે તેલંગાણાના હૈદરાબાદથી એક ટ્રકમાં બેસીને ઘણા મજૂર કર્ણાટક માટે નીકળ્યા હતા. તેમની ગાડીએ સફર શરૂ જ કર્યું હતું કે હૈદરાબાદના પેડ્ડા ગોલકંડાની પાસે જ એક લોરીમાં ટ્રકને ટક્કર મારી દીધી હતી. આનાથી 8 લોકોના મોત થયા હતા. જેમાં એક 18 મહિનાનું બાળક અને 9 વર્ષનું બાળક પણ સામેલ હતું. 

 દારૂ ન મળવાના કારણે 46 લોકોના મોત 
1
મેથી દેશના ઘણા રાજ્યોમાં દારૂની દુકાનો ફરી ખુલવા લાગી છે. અહીંયા ભીડ વધારે છે. પરંતુ 25 માર્ચે જ્યારે લોકડાઉન લાગું થયુ, તો તેની સાથે દેશભરમાં એક પ્રકારે દારૂ બંધી પણ લાગુ થઈ ગઈ હતી. જેના પરિણામે જે લોકોને દારૂની લત હતી, તેને દારૂ નહોતો મળી રહ્યો. દારૂની લતથી હેરાન થઈને ઘણાએ સેનેટાઈઝર પી લીધું તો કોઈકે આત્મહત્યા કરી તો કોઈકે વોર્નિંશ પી લીધું હતું. જેના પરિણામે 46 લોકોના મોત થયા હતા. ત્રણ મિત્રોના મોત 


તમિલનાડુના ચેંગલપટ્ટપમાં શિવશંકર, પ્રદીપ અને શિવામરન રહે છે. ત્રણ લોકોને દારૂની લત હતી. પણ લોકડાઉનના કારણે તેમને દારૂ મળી રહ્યો ન હતો. આનાથી હેરાન થઈને ત્રણેય 6 એપ્રિલે પેઈન્ટમાં વોર્નિંસ ભેળવીને પી લીધું હતું. આનાથી ત્રણ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 12 એપ્રિલે તમિલનાડુના જ કોયબંતુર જિલ્લામાં ગેસ સિલિન્ડરની ડિલીવરી કરનારા એક વ્યક્તિએ દારૂની લતથી હેરાન થઈને સેનેટાઈઝર પી લીધું હતું. 


સૌથી વધારે 73 મોત યુપીમાં, બીજા નંબરે મહારાષ્ટ્ર

કોરોના ફેલાવથી રોકવા માટે લગાવાયેલા લોકડાઉનમાં 11 મે સુધી 418 લોકોના મોત થયા હતા. જેમાંથી સૌથી વધારે 73 લોકોના મોત ઉત્તરપ્રદેશમાં થયા છે. અહીંયા મૃતકો મજૂર હતા અથવા તો આર્થિક તંગીથી હેરાન હતા.  

યુપી પછી સૌથી વધારે 50 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. જેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે મુંબઈમાં પ્રવાસી મજૂરોની સંખ્યા વધારે છે. કામ બંધ થવાના કારણે મોટા ભાગના લોકો મુંબઈથી પોતાના ઘરે જવા માટે નીકળી હયા હતા. પણ રસ્તામાં જ વધારે ચાલવાના કારણે તેમને દમ તોડ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post