• Home
  • News
  • આદિપુરુષના નિર્માતાઓએ વિવાદાસ્પદ સંવાદો બદલવા પડ્યા:‘જલેગી તેરે બાપ કી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’ કરાયું, મેકર્સનું ‘અભિમાન’ ઓગળ્યું
post

આ મામલામાં હિંદુ સેના વતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવા અરજી દાખલ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-21 19:41:19

હવે આદિપુરુષફિલ્મમાં તમને ભગવાન હનુમાનના મુખેથી "જલેગી ભી તેરે બાપ કી..." જેવા સંવાદો સાંભળવા નહીં મળે. મેકર્સે ફિલ્મના ડાયલોગ્સ બદલી નાખ્યા છે, જેના વિશે ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો હતો.

સૌથી વિવાદાસ્પદ ડાયલોગ "કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ તેરી બાપ કી, જલેગી ભી તેરે બાપ કી"ને બદલે હવે હનુમાન કહેતા જોવા મળશે- "કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગે તેરી લંકા કી, તો જલેગી ભી તેરી લંકા હી."

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મંગળવારથી ફિલ્મમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક અન્ય ડાયલોગ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે ભાષામાં બહુ ફેરફાર થયો નથી, માત્ર થોડા જ શબ્દો બદલાયા છે. જેમ કે, જ્યાં હનુમાન તુંકહીને બોલ્યા હતા, ત્યાં હવે તમેથઈ ગયું છે. લંકા લગા દેંગેને બદલે લંકા જલા દેંગેકરી દેવાયું છે.

બીજા ઘણા સંવાદો પણ બદલાયા
આ ફેરફાર સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં જોવા મળ્યા છે. આવા ઘણા સંવાદો જેમાં પહેલા તુંઅને તેરેજેવા શબ્દોનો ઉપયોગ થયો હતો, તે પણ બદલીને તુમઅને તુમ્હારાકરવામાં આવ્યું છે. અગાઉ દર્શકોએ ફિલ્મના ટપોરીછાપ સંવાદો સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ નિર્માતાઓએ તેમને બદલવાનું વચન આપ્યું હતું.

ફિલ્મમાં જે ડાયલોગ ચેન્જ થયા છે તે આ પ્રમાણે છે...

પહેલાં: કપડા તેરે બાપ કા... તો જલેગી ભી તેરે બાપ કી
હવે: કપડા તેરી લંકા કા... તો જલેગી ભી તેરી લંકા

પહેલાં: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા લગા દેંગે
હવે: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા જલા દેંગે

પહેલાં: મેરે એક સપોલે ને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા હૈ
હવે: મેરે એક સપોલે ને તુમ્હારે ઇસ શેષનાગ કો સમાપ્ત કર દિયા હૈ

પહેલાં: તૂ અંદર કૈસે ઘુસા... તુ જાનતા ભી હૈ કૌન હૂં મૈં
હવે: તુમ અંદર કૈસે ઘુસે... તુમ જાનતે ભી હો કૌન હૂં મૈં

5 દિવસમાં 395 કરોડની કમાણી કરી
દરમિયાન મંગળવારે આ ફિલ્મના કલેક્શનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. પાંચમા દિવસે ફિલ્મે વિશ્વભરમાં માત્ર 20 કરોડનું કલેક્શન કર્યું હતું, અને માત્ર 10 કરોડ ઓલ ઈન્ડિયા નેટ કમાયા. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં 395 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે.

હાઇકોર્ટે આદિપુરુષ પ્રતિબંધ કેસ પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
આ સિવાય બુધવારે દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ 'આદિપુરુષ' પર પ્રતિબંધ લગાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ તારા વિતસ્તા ગંજુ અને અમિત મહાજનની વેકેશન બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાઉન્સિલે કહ્યું કે આ ફિલ્મે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ અસર કરી છે. નેપાળે પણ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, તેથી આ મામલે કોઈ ઉતાવળ નથી. તેના પર 30 જૂને વિચારણા કરવામાં આવશે.

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે
આ મામલામાં હિંદુ સેના વતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ 'આદિપુરુષ'થી હિંદુ અને સનાતન ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મેકર્સ પાસે ફિલ્મને લગતાં વાંધાજનક દૃશ્યો અને સંવાદો હટાવવાની માગ કરવામાં આવી હતી. જે હવે બદલવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post