• Home
  • News
  • ભારતે પીઓકેનું હવામાન જણાવ્યું, IMDએ પીઓકેનાં શહેરોની હવામાન અંગે માહિતી આપવાનું શરૂ કર્યું
post

IMDએ PoKના શહેરોથી સંબંધિત હવામાન સંબંધિત જાણકારી રીઝનલ બુલેટિનમાં આપવાની શરૂઆત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-08 12:10:18

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) તેના વેધર બુલેટિનમાં પહેલી વાર પાક.ના તાબા હેઠળના કાશ્મીર (પીઓકે)ના વિસ્તારોને સામેલ કર્યા. આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ ગુરુવારે જણાવ્યું કે હવામાન વિભાગે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ માટે પણ હવામાનની આગાહીઓ કરવાનું શરૂ કરી દીધું છે.

ભારતે પાક. ચૂંટણીનો વિરોધ કર્યો
આઇએમડીનું આ પગલું ભારતના એ વલણને ધ્યાનમાં લેતાં મહત્ત્વનું છે કે પીઓકે ભારતનો હિસ્સો છે. આ પગલું એવા સમયે લેવાયું છે કે જ્યારે પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આ અઠવાડિયે જ ચૂંટણીની જાહેરાત કરી છે. ભારત સરકારે તે નિર્ણય સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. મોહપાત્રાએ જણાવ્યું કે આઇએમડી સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે બુલેટિન જારી કરે છે. હવે અમે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ માટે પણ બુલેટિન જારી કરી રહ્યા છીએ, કેમ કે તે ભારતનો હિસ્સો છે. લાંબા સમયથી આઇએમડી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ માટે હવામાનની ચેતવણીઓ જારી કરે છે. બે દિવસથી અમે આ માહિતી રિજનલ બુલેટિનમાં આપવાનું પણ શરૂ કર્યું છે. ગત ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવાયા બાદ બુલેટિનમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે હવામાનની આગાહીઓ કરાય છે. 

IMD પાકિસ્તાન, અફઘાનિસ્તાન માટે પણ બુલેટિન જાહેર કરી શકે છે
મોહપાત્રાએ જણાવ્યું કે IMD સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે બુલેટિન જાહેર કરી શકે છે. અમે હવે ગિલગિટ,  બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ માટે પણ બુલેટિન જાહેર કરી રહ્યા છીએ કારણ કે તે ભારતનો ભાગ છે. લાબાં સમયથી IMD પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ માટે પણ હવામાનની આગાહી કરી રહ્યું છે. છેલ્લા બે દિવસતી અમે આ જાણકારીઓ રીઝનલ બુલેટિનમાં આપવાનું શરૂ કર્યું છે. 

POKનાં શહેરો ઉત્તર-પશ્ચિમ ડિવિઝનમાં
પીઓકેનાં આ શહેરો આઇએમડીના ઉત્તર-પશ્ચિમ ડિવિઝન હેઠળ આવે છે. આ ડિવિઝનમાં 9 સબ-ડિવિઝન છે, જેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-ચંડીગઢ-હરિયાણા, પંજાબ, પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાન સામેલ છે. 

ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાન ખાલી કરે- ભારત
ભારતે પાકિસ્તાનના કબજા વાળા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાના આદેશનો આકરો વિરોધ કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સમગ્ર જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ સિવાય ગિલગિટ-બાસ્ટિસ્તાન પણ ભારતનું અભિન્ન અંગ છે. તેથી પાકિસ્તાન તેને તાત્કાલિક ખાલી કરે. તેનો આ કબજો ગેરકાયદેસર છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post