• Home
  • News
  • પોઝિટિવ કેસનો આંક 1133 પર પહોંચ્યો, મત્યુઆંક 51 અને 739 દર્દી રિકવર થયા
post

હેલ્થ સેન્ટરના ડ્રાઈવર, શાકભાજી વિક્રેતા, કરિયાણાના દુકાનદાર પોઝિટિવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 11:09:10

સુરત: મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1133 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 51 થઈ ગયો છે. શહેરમાં ગત રોજ વધુ 31 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 739 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પાલિકાના હેલ્થ સેન્ટરના ડ્રાઈવર, ગેસ એજન્સીનો કર્મચારી, કરિયાણાનો દુકાનદાર, પાનના ગલ્લા વાળો અને વધુ બે શાકભાજી વિક્રેતાઓનો સમાવેશ થયો છે.

ગેસ એજન્સીના કર્મચારીને ચેપ લાગ્યો

પાંડેસરા શિવાજી નગર ખાતે રહેતા પંકજભાઈ દેવેન્દ્રભાઈ ખટીક(27) એચપી ગેસ એજન્સીમાં નોકરી કરે છે. લોકડાઉન દરમિયાન પણ તેઓ ગેસ એજન્સીમાં નોકરી પર જતા હતા. ગેસ સિલિન્ડરની ડિલિવરી દરમિયાન તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

બે શાકભાજી વિક્રેતા અને કરિયાણાની દુકાનદાર પણ પોઝિટિવ આવ્યા

લિંબાયત મહાપ્રભુનગર ખાતે રહેતા ગ્યાશશાહ પીરણશાહ ફકીર(55) સરદાર માર્કેટમાં શાકભાજી વેચે છે. શંકાસ્પદ લક્ષણો બાદ તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે વેડરોડ રહેમત નગર ખાતે રહેતા દિનેશભાઈ માધવ શર્મા પણ શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગોડાદરા મહારાણા પ્રતાપ નગર ખાતે રહેતા ત્રિવેણીબેન ઉમેશભાઈ મંડલ(40) ઘરે જ કરિયાણાની દુકાન ચલાવે છે. શંકાસ્પદ લક્ષણો બાદ રવિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દુકાને કોઈક ગ્રાહકના સંપર્કમાં આવતા તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે.

લોકડાઉનમાં પાનના ગલ્લા વાળાને પણ ચેપ લાગ્યો

ફુલપાડા અશોક નગર ઝુપડ પટ્ટીમાં રહેતા રમેશ ગંગાધર પ્રધાન(58) અશોક નગરમાં જ પાનનો ગલ્લો ચલાવે છે. શંકાસ્પદ લક્ષણો બાદ રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. લોકડાઉન દરમિયાન પણ તેઓ પાનનો ગલ્લો ચલાવતા હોય અને તેના કારણે ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે.

સિંગણપોર હેલ્થ સેન્ટરના ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વેડરોડ સિંગણપોર ભગુનગર ખાતે રહેતા પરેશભાઈ કાળુભાઈ રાઠોડ(40) સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હેલ્થ સેન્ટરમાં ફરજ દરમિયાન કોઈક દર્દીનો ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post