• Home
  • News
  • દેશમાં બેરોજગારોની સંખ્યા એપ્રિલમાં 12 કરોડને પાર, બેરોજગારી દર 27.1%ની રેકોર્ડ ઊંચાઇ પર
post

12 કરોડમાં 9.13 કરોડ નાના વેપારી અને શ્રમિક, 1.78 કરોડ નોકરિયાત શ્રમિક અને પાર્ટ-ટાઇમ કર્મચારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 09:47:03

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે લૉકડાઉનથી નોકરી-ધંધા બંધ હોવાથી એપ્રિલ મહિનામાં દેશમાં બેરોજગારોની સંખ્યા 12.20 કરોડથી વધી ગઇ. તેમાંથી 9.13 કરોડ નાના વેપારી અને શ્રમિક, 1.78 કરોડ નોકરિયાત શ્રમિક અને પાર્ટ-ટાઇમ કર્મચારી છે. સ્વરોજગાર ધરાવતા 1.82 કરોડ લોકો પણ બેરોજગાર થઇ ચૂક્યા છે. ખાનગી રિસર્ચ એજન્સી સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના નવા ડેટામાં આ માહિતી અપાઇ છે.  સરવેનાં તારણોમાં જણાવાયું છે કે ભારતમાં બેરોજગારીનો દર 27.1%ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. એપ્રિલમાં બેરોજગારી દર 23.5% વધ્યો, જે માર્ચમાં 8.7% જ હતો. 

સરકાર કર્મચારીઓનો કાપી શકે તો ખાનગી કંપની કેમ નહીં
અન્ય એક સરવેમાં જણાવાયું છે કે 72% સીઇઓના કહેવા મુજબ કર્મચારીઓ અને શ્રમિકોને લૉકડાઉનમાં રજા સાથે વેતન આપવાનો કેન્દ્ર સરકારનો આદેશ યોગ્ય નથી. માત્ર 28% સીઇઓ આ આદેશને યોગ્ય માને છે પણ સરકારના બેવડા વલણ સામે સવાલ પણ ઉઠાવે છે. તેમનું કહેવું છે કે સરકાર તેના કર્મચારીઓના વેતનમાં કાપ મૂકી શકે કે વેતન ચૂકવવામાં મોડું કરી શકે તો ખાનગી કંપનીઓ તેવું કેમ ન કરી શકે?

 

adv

Related News

post
post
post
post
post
post
post