• Home
  • News
  • અલગ થવાનું દુઃખ:ધોરણ 12 સાયન્સના પરિણામે બે ભાઈઓને અલગ કર્યા,લવને A1 અને કુશને B1 ગ્રેડ આવ્યો, બંનેને અલગ અલગ કોલેજમાં એડમીશન લેવું પડશે
post

માસ પ્રમોશનના કારણે બંને ભાઈઓના પરિણામમાં તફાવત આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-17 10:51:09

આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ લેવા માટે સ્કૂલે પહોંચી ગયાં હતાં. અમદાવાદમાં નારણપુરાની સ્કૂલમાં ટ્વિન્સ ભાઈ લવ અને કુશ પણ પરિણામ લેવા પહોંચ્યા હતાં. પરંતુ પરિણામ આવતાની સાથે જ એક ભાઈમાં ખુશી અને બીજા ભાઈમાં નિરાશા જોવા મળી હતી. લવને A1 અને કુશને B1 ગ્રેડ મળ્યો હતો. જેથી બંને ભાઈઓને હવે અલગ અલગ ભણવું પડશે તેનું દુઃખ છે.

બંને ભાઈઓને અલગ અલગ કોલેજમાં એડમીશન લેવું પડશે
નારાણપુરાની વિજયનગર સ્કૂલમાં અભ્યાસ કરતા ટ્વિન્સ ભાઈ લવ અને કુશ નાનપણથી જ સાથે અભ્યાસ કરતા હતા. બંને ભાઈઓ સાથે મહેનત કરીને ધોરણ 12 સુધી પહોંચ્યા હતા. ધોરણ 12માં પણ બંને ભાઈઓએ મહેનત કરી હતી. પરંતુ માસ પ્રમોશનન કારણે બંને ભાઈઓએ હવે અલગ થવું પડશે. લવને A 1 ગ્રેડ છે જ્યારે કુશને B 1 ગ્રેડ છે જેથી હવે અલગ અલગ કોલેજમાં એડમિશન લેવું પડશે.

લવ કહે છે કે મહેનત પ્રમાણે સારા માર્ક્સ આવ્યા
લવ ચૌધરીએ દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 12 સાયન્સ શરૂ થયું ત્યારથી મહેનત શરૂ કરી હતી. માટે A 1 ગ્રેડ આવ્યો છે. મહેનત પ્રમાણે સારા માર્કસ આવ્યા છે પરંતુ મારા ભાઈને ઓછા માર્કસ આવ્યા છે.પરીક્ષા યોજાઇ હોત તો હજુ પરિણામ સારું આવી શક્યું હોત. માટે હવે એન્જીન્યરીંગ ફિલ્ડમાં આગળ વધવાનું છે સાથે મારા ભાઈને પણ તેમાં જ આગળ વધવું છે. ધોરણ 11માં કુશનું પરિણામ ઓછુ આવ્યું જેથી માસ પ્રમોશનમાં 11મા ધોરણના પણ માર્કસ ઉમેરવામાં આવ્યા છે. જેની પરિણામ પર અસર પડી છે.

કુશને એન્જિનિયરિંગમાં જવાની ઈચ્છા છે
કુશ ચૌધરીએ જણાવ્યું હતું કે પરીક્ષાની તૈયારી તો કરી જ હતી પરંતુ સરકારે કોરોનાને કારણે માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ પરીક્ષા યોજાઈ હોત તો અત્યારે પરિણામ આવ્યું તેના કરતા વધુ પરિણામ આવ્યું હોત.અગાઉના વર્ષના પ્રમાણે પરિણામ આપવામાં આવ્યું છે જેથી પરિણામ ઓછું આવ્યું છે. મારે પણ એન્જીન્યરીંગમાં એડમિશન લેવાની ઈચ્છા છે પરંતુ મારા ભાઈને પરિણામ વધુ છે તેથી તેને સારી કોલેજમાં એડમીશન મળશે જેથી અમે હવે અલગ અલગ ભણીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post