• Home
  • News
  • રામમંદિર ટ્રસ્ટમાં અયોધ્યાના રાજા, હિન્દુ પક્ષના વકીલ રહેલા પરાશરન, એક શંકરાચાર્ય અને પેજાવર મઠના સ્વામી સામેલ
post

ટ્રસ્ટના 10 નામ નક્કી, આ લોકો બાકીના 5 સભ્યોને નોમિનેટ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 09:47:15

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ વિશે જાહેરાત કરી હતી. તેના 4 કલાક બાદ ટ્રસ્ટથી જોડાયેલા 15 સભ્યોની માહિતી સામે આવી છે. અયોધ્યા વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય એક શંકરાચાર્ય સહિત 5 ધર્મગુરુઓને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. અયોધ્યાના પૂર્વ શાહી પરિવારના રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા, અયોધ્યાના હોમિયોપેથી ડોક્ટર અનિલ મિશ્રા અને કલેક્ટરને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

અગાઉ એવા અહેવાલો હતા કે ચાર શંકરાચાર્યોને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે પરંતુ સરકારે ટ્રસ્ટમાં માત્ર પ્રયાગરાજના જ્યોતિષપીઠાધિશ્વર સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજને સામેલ કર્યા છે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ અખાડાના મહંત દિનેન્દ્ર દાસને ટ્રસ્ટની મીટિંગમાં વોટિંગનો અધિકાર અપાયો નથી.

ટ્રસ્ટીઓની યાદી

1. કે પરાશરનસુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમણે અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષ તરફથી રજૂઆતો કરી હતી. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં એટર્ની જનરલ રહ્યા છે. પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત છે.
2. 
જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ(પ્રયાગરાજ): બદ્રીનાથ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય. જોકે, તેમના શંકરાચાર્ય બનવા પર વિવાદ પણ થયો હતો. જ્યોતિષ મઠની શંકરાચાર્યની પદવીને લઇને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
3. 
જગતગુરૂ મધ્વાચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થજી મહારાજકર્ણાટકના ઉડુપી સ્થિત પેજાવર મઠના 33મા પીઠાધીશ્વર છે. ડિસેમ્બર 2019માં પેજાવર મઠના પીઠાધીશ્વર સ્વામી વિશ્વેશતીર્થના નિધન બાદ પદવી સંભાળી.
4. 
યુગપુરૂષ પરમાનંદજી મહારાજઅખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ. વેદાન્ત પર 150થી વધુ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકી છે. તેમણે વર્ષ 2000માં સંયુક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક નેતાઓના શિખર સમ્મેલનને સંબોધિત કર્યું હતું.
5. 
સ્વામી ગોવિંદ દેવગિરીજી મહારાજમહારાષ્ટ્રના અહમદ નગરમાં 1950માં જન્મ થયો. રામાયણ, ભગવદગીતા, મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથો વિશે દેશ-વિદેશમાં પ્રવચન કરે છે. સ્વામી ગોવિંદ દેવ મહારાષ્ટ્રના વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ પાંડુરંગ શાસ્ત્રી અઠાવલેના શિષ્ય છે.
6. 
વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા: તેઓ અયોધ્યા રાજપરિવારના વંશજ છે. રામાયણ મેળા સંરક્ષક સમિતિના સભ્ય અને સમાજસેવક છે. 2009માં BSPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી અને હાર્યા. ત્યારબાદ ક્યારેય રાજકારણમાં આવ્યા નથી.
7. 
ડૉ. અનિલ મિશ્ર, હોમિયોપેથિક ડોક્ટર: મૂળ રૂપે આંબેડકરનગર નિવાસી અનિલ અયોધ્યાના પ્રસિદ્ધ હોમિયોપેથિક ડોક્ટર છે. તેઓ હોમિયોપેથી મેડિસીન બોર્ડના રજિસ્ટ્રાર છે. મિશ્રાએ 1992માં રામમંદિર આંદલોનમાં પૂર્વ સાંસદ વિનય કટિયાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. અત્યારે સંઘના અવધ પ્રાંતના પ્રાંત કાર્યવાહક પણ છે.
8. 
શ્રી કામેશ્વર ચૌપાલ, પટના (SC સભ્ય): સંઘે કામેશ્વરને પહેલા કારસેવકનો દરજ્જો આપ્યો છે. તેમણે 1989માં રામમંદિરમાં શિલાન્યાસની પહેલી ઈંટ રાખી હતી. રામમંદિર આંદોલનમાં સક્રિય ભૂમિક અને દલિત હોવાના કારણે તેમને મોકો મળ્યો છે. 1991માં રામવિલાસ પાસવાન વિરુદ્ધ લોકસભાની ચૂંટણી પણ લડી હતી.
9.
બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નોમિનેટેડ એક ટ્રસ્ટી જે હિન્દુ ધર્મના હોય
10.
બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નોમિનેટેડ એક ટ્રસ્ટી જે હિન્દુ ધર્મના હોય.
11.
મહંત દિનેન્દ્ર દાસ, નિર્મોહી અખાડા, અયોધ્યા બેઠક, અયોધ્યા( નિર્મોહી અખાડાના પ્રતિનિધિ), જેઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પેરા 805(4)ના નિર્દેશાનુસાસન ટ્રસ્ટી હશે.
12.
કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને કેન્દ્ર સરકાર અંતર્ગત IAS અધિકારી હશે. વ્યક્તિ ભારત સરકારના સંયુક્ત સચિવના પદથી નીચે નહીં હોય. તે એક હોદ્દાની રૂએ સભ્ય હશે.
13.
રાજ્ય સરકાર દ્વારા નોમિનેટેડ એક પ્રતિનિધિ જે હિન્દુ ધર્મના હશે અને ઉત્તર પ્રદેશ સરકાર અંતર્ગત IAS અધિકારી હશે. તે વ્યક્તિ રાજ્ય સરકારના સચિવ પદથી નીચે નહીં હોય. તેઓ પણ એક હોદ્દાની રૂએ સભ્ય હશે.
14.
અયોધ્યા જિલ્લાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર જે સરકારના પૂર્વ કર્મચારી અને હિન્દુ ધર્મના હશે તેમને ટ્રસ્ટી બનાવવામાં આવશે. જો કોઇ કારણથી વર્તમાન કલેક્ટર હિન્દુ નહીં હોય તો અયોધ્યાના એડિશનલ કલેક્ટર (હિન્દુ ધર્મ) હોદ્દાની રૂએ સભ્ય રહેશે.
15.
રામમંદિર વિકાસ અને પ્રશાસનથી જોડાયેલા મામલાઓના ચેરમેન અને તેની નિયુક્તિ ટ્રસ્ટનું બોર્ડ કરશે. તેમનું હિન્દુ હોવું જરૂરી છે અને સાથે તે પૂર્વ કર્મચારી રહી ચૂક્યા હોવા જોઇએ.

નિયમ: જે ટ્રસ્ટી છે તેમના તરફથી (સીરિયલ નંબર 2થી 8 સુધી) 15 દિવસમાં સહમતિ મળી જવી જોઇએ. ટ્રસ્ટી નંબર 1 દરમિયાન ટ્રસ્ટ સ્થાપિત કરીને તેમની સહમતિ આપી ચૂક્યા હશે. તેમને સીરિયલ નંબર 2થી સીરિયલ નંબર 8 સુધીના સભ્યો તરફથી ટ્રસ્ટ બન્યાના 15 દિવસની અંદર સહમતિ લેવી પડશે.

ટ્રસ્ટ શા માટે બનાવવામાં આવ્યું છે?
a)
અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણ સંબંધિત તમામ કાર્યવાહી અને સમસ્યાઓના ઉકેલ માટે.
b)
મોટું પાર્કિંગ, શ્રદ્ધાળુઓ માટે સારી સુવિધા, સુરક્ષા માટે અલગથી જગ્યા, પરિક્રમા માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. શ્રદ્ધાળુઓ માટે દરેક પ્રકારની સુવિધા જેમ કે અન્નક્ષેત્ર, ગૌશાળા, પ્રદર્શન, મ્યૂઝિયમ અને ધર્મશાળાની વ્યવસ્થા કરવી પડશે.
(c)
કાયદેસર રીતે ટ્રસ્ટ શ્રદ્ધાળુઓની સુવિધાઓ અને મંદિર નિર્માણ માટે પૈસા અને અન્ય મહત્વપૂર્ણ ચલ-અચલ સંપત્તિઓને ખરીદીને અથવા તો દાન તેમજ અન્ય રીતે ચીજોને એકઠી કરશે. તેમની દેખરેખની વ્યવસ્થા કરશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post