• Home
  • News
  • આખરે કુલપતિની શોધ પૂરી થઈ:ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને પહેલાં મહિલા કુલપતિ મળ્યાં, RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતાં ડો. નીરજા ગુપ્તાની પસંદગી
post

થોડા દિવસ અગાઉ જ પત્ર લખી નિમણૂક કરવા જાણ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-30 18:27:52

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિ નિમાયાં છે. ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીનાં નવાં અને પહેલાં મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક (RSS)નું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ છેલ્લાં 2 વર્ષથી સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતાં.

ડો. નીરજા ગુપ્તા મૂળ મેરઠના રહીશ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પૂરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં નવાં કુલપતિનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીનાં કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીનાં નવાં કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2021થી તેઓ ત્યાં કુલપતિ હતાં. તેમણે મેરઠથી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે મેરઠ યુનિવર્સિટીથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમફિલ અને પીએચડી કર્યું છે. તેમણે મેરઠથી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે મેરઠ યુનિવર્સિટીથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમફિલ અને પીએચડી કર્યું છે.

યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યાં છે
નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજનાં આચાર્ય રહી ચૂક્યાં છે. તેઓ 2006થી 2012 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ અને સેનેટ સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલનાં પણ સભ્ય રહી ચૂક્યાં છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે રહી ચૂક્યાં છે. તેઓ ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનનાં સભ્ય પણ રહી ચૂક્યાં છે.

6 ભાષાનાં જાણકાર
ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યાં છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામનાં સલાહકાર રહી ચૂક્યાં છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેઓ હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

UGCના સભ્યની નિમણૂક થતાં સર્ચ પ્રક્રિયા ઝડપી બની
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીના ત્રણ સભ્યની નિમણૂક થઈ હતી. ત્યાર બાદ UGCના સભ્યની નિમણૂક બાકી હતી, જે હવે થઈ ચૂકી છે. UGC દ્વારા છત્તીસગઢના ડૉકટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે નિમણૂક થઈ છે. હવે કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા આગળ શરૂ કરાશે.

અત્યારસુધીના કુલપતિનું લિસ્ટ

હરસિદ્ધભાઈ દિવેટિયા

1950-1958

મગનભાઈ દેસાઈ

158-1961

એલ.આર. દેસાઈ

1961-1967

ઉમાશંકર જોશી

1967-1973

જસ્ટિસ નોમણભાઈ મીયાભોઇ

1973-1974

ડો.ઇશ્વરભાઈ પટેલ

1974-1979

ડો. પી.સી. વૈદ્ય

1979-1981

પ્રો.કે.એસ. શાસ્ત્રી

1981-1987

ડો.એમ.એન. દેસાઈ

1988-1994

પ્રો.એન.વી. વાસાણી

1994-1996

પ્રો.એસ.બી. વોરા

1996-1999

ડો. નરેશ એલ. વેદ

1999-2002

પ્રો.એ.યુ. પટેલ

2003-2006

ડો. પરિમલ એચ.ત્રિવેદી

2006-2012

ડો.આદેશ પાલ

2012-2013

ડો.એમ.એન. પટેલ

2014-2017

પ્રો.(ડો.) હિમાંશુ એ. પંડ્યા

2017થી 2023

સર્ચ કમિટી માટે ચોથા સભ્યની નિમણૂક
UGC
દ્વારા કુલપતિની સર્ચ કમિટી માટે ચોથા સભ્યની નિમણૂક કરાઈ હતી. છત્તીસગઢના ડોકટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે UGCએ નિમણૂક કરી હતી. ડોકટર રમાશંકર કુરિલ છત્તીસગઢમાં આવેલી મહાત્મા ગાંધી યુનિવર્સિટી ઓફ હોર્ટિકલચર એન્ડ ફોરેસ્ટીના કુલપતિ છે. હવે 4 સભ્યની કમિટી બનતાં અરજી મગાવવા જાહેરાત કરાઈ હતી. જાહેરાત કર્યા બાદ 15 દિવસમાં અરજી આવતાં અને અરજીની સ્ક્રૂટિની કરીને નામ નક્કી કરવામાં આવ્યું હતું. આમ, 30 જૂને પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે.

થોડા દિવસ અગાઉ જ પત્ર લખી નિમણૂક કરવા જાણ કરી હતી
શિક્ષણ વિભાગ દ્વારા થોડા દિવસ અગાઉ જ UGCને પત્ર લખીને 7 અલગ-અલગ યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં કુલપતિની નિમણૂક માટે UGCના સભ્યની નિમણૂક કરવા જાણ કરી હતી. ત્યાર બાદ UGC દ્વારા નામની જાહેરાત કરવાના આવી હતી, જેથી સર્ચ પ્રક્રિયા ઝડપી બની હતી અને ગુજરાત યુનિવર્સિટીને નવાં કુલપતિ મળ્યાં હતાં.

8 યુનિવર્સિટીમાં કેટલાય સમયથી ઇન્ચાર્જ કુલપતિ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂરી થતાં તાત્કાલિક નવાં કુલપતિની કાયમી નિમણૂક કરવામાં આવી છે, જ્યારે હજુ રાજ્યની 8 યુનિવર્સિટીમાં કેટલાય સમયથી ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાલે છે.

·         ચિલ્ડ્રન યુનિવર્સિટી

·         ડૉ આંબડેકર ઓપન યુનિવર્સિટી

·         ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી

·         હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી

·         મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી

·         સરદાર પટેલ યુનિવર્સિટી

·         સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

·         શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

 

adv

Related News

post
post
post
post
post
post
post