• Home
  • News
  • બિહારના બાહુબલી:બિહારના એવા બાહુબલી અને તેમના પત્નીની વાત કે જેઓ જેલમાં રહીને ચૂંટણી જીત્યા; પ્રથમ નેતા જેમને મૃત્યુદંડની સજા મળી હતી
post

1983માં ત્રણ મહિના જેલમાં વિતાવ્યા, વર્ષ 1990માં ચૂંટણી રાજનીતિમાં ઉતર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 11:16:11

બિહારના સહરસા જીલ્લામાં એક ગામ આવેલુ છે. તેનું નામ પનગછિયા છે. આ ગામમાં 26 જાન્યુઆરી 1956ના રોજ એક બાળકનો જન્મ થયો હતો. તેના દાદા રામ બહાદુર સિંહ સ્વતંત્રતા સેનાની હતા. આ છોકરો જ્યારે 17 વર્ષનો થયો હતો ત્યારે બિહારમાં જેપી આંદોલન શરૂ થાય છે અને અહીંથી તેની રાજકીય કારકિર્દીની શરૂઆત થાય છે. એવુ કહેવામાં આવે છે કે બિહારમાં રાજનીતિ બે બાબત પર ચાલે છે. પહેલી જાતિ અને બીજી દબંગઈ. આ છોકરાએ આ બન્નેનો સહારો લઈ રાજકારણમાં પ્રવેશ કર્યો. આ છોકરાની આટલી બધી વાત થઈ ચુકી છે તો તેનું નામ પણ જાણી લો. તેનું નામ છે આનંદ મોહન સિંહ.

બાહુબલી નેતા આનંદ મોહન. વર્તમાન સમયમાં એક ડીએમની હત્યાના કેસમાં સજા કાપી રહ્યા છે. તેમની પત્ની અને ભૂતપુર્વ સાંસદ લવલી આનંદ વર્તમાન સમયમાં RJDમાં સામેલ થઈ ગયા છે.

1983માં ત્રણ મહિના જેલમાં વિતાવ્યા, વર્ષ 1990માં ચૂંટણી રાજનીતિમાં ઉતર્યા

80ના દાયકામાં બિહારમાં આનંદ મોહન સિંહ બાહુબલી નેતા બની ચુક્યા હતા. તેમની ઉપર અનેક કેસ દાખલ હતા. વર્ષ 1983માં પ્રથમ વખત ત્રણ મહિના જેલમાં રહેવુ પડ્યુ હતું. વર્ષ 1990ની વિધાનસભા ચૂંટણીમાં આનંદ મોહન જનતા દળની ટિકિટ પર મહિષાથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના લહતાન ચૌધરીને 62 હજારથી વધુ મતોથી પરાજય આપ્યો હતો.

આ સમયમાં જ્યારે દેશમાં મંડળ આયોગની ભલામણ લાગૂ કરવામાં આવી હતી. આ ભલામણોમાં સૌથી મહત્વની વાત હતી કે સરકારી નોકરીઓમાં OBCને 27 ટકા અનામત આપવામાં આવે. જનતા દળે પણ તેનું સમર્થન કર્યું. પણ, આનંદ મોહન અનામત વિરોધી હતા. વર્ષ 1993માં જનતા દળથી અલગ થઈ પોતાનો પક્ષ રચ્યો. જેનું નામ બિહાર પીપલ્સ પાર્ટી એટલે કે બીપીપી રાખ્યુ. ત્યારબાદ સમતા પાર્ટી સાથે હાથ મિલાવી લીધા હતા.

DMની હત્યાના કેસમાં દોષિક ઠરાવવામાં આવ્યા, પહેલા એવા નેતા જેમને મૃત્યુદંડ મળ્યો
જે સમયે આનંદ મોહને પોતાની રાજકારણની શરૂઆત કરી ત્યારે બિહારના મુઝફ્ફરપુરમાં એક નેતા હતો છોટન શુક્લા. આનંદ મોહન અને છોટન શુક્લાની મિત્રતા ઘનિષ્ઠ હતી.વર્ષ 1994માં છોટન શુક્લાની હત્યા થઈ ગઈ. આનંદ તેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા. છોટન શુક્લાની અંતિમ યાત્રા વચ્ચે એક લાલબત્તીની ગાડી પસાર થઈ રહી હતી, જેમાં સવાર હતા તે સમયના ગોપાલગંજના DM જી કૃષ્ણૈયા.લાલબત્તીની ગાડી જોઈને ભીડ ભડકી ઉઠી અને જી કૃષ્ણૈયાને ટોળાએ મારી નાંખ્યા. જી કૃષ્ણૈયાની હત્યાનો આરોપ આનંદ મોહન પર લાગ્યો. આરોપ હતો કે તેમના કહેવાથી જ ભીડે આ હત્યા કરી હતી. આનંદની પત્ની લવલી આનંદનું નામ પણ સામે આવ્યું.

આનંદ મોહનને જેલની સજા થઈ. વર્ષ 2007માં નીચલી કોર્ટે તેમને મૃત્યુદંડની સજા કરી. આનંદ મોહન દેશના પ્રથમ ભૂતપુર્વ સાંસદ અને ભૂતપુર્વ ધારાસભ્યા છે કે જેમને મૃત્યુદંડની સજા મળી. જોકે, પટના હાઈકોર્ટે ડિસેમ્બર 2008માં મૃત્યુદંડની સજાને આજીવક કારાવાસની સજામાં બદલવામાં આવી. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ જુલાઈ 2012માં પટના હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો. આનંદ મોહન અત્યારે જેલમાં છે.

જેલમાં હતા, પણ ચૂંટણી જીતતા રહ્યા
વર્ષ 1996માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. તે સમયે આનંદ મોહન જેલમાં હતા. જેલમાંથી જ તેમણે સમતા પાર્ટીની ટિકિટ પર શિવહરથી ચૂંટણી લડ્યા અને જનતા દળના રામચંદ્ર પૂર્વેનો 40 હજારથી વધુ મતોથી હરાવ્યા. વર્ષ 1998માં ફરી શિવહરથી લોકસભા ચૂંટણી લડ્યા, પણ આ વખતે તેઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા. તેઓ ચૂંટણીમાં જીત્યા. વર્ષ 1999 અને વર્ષ 2004ની લોકસભા ચૂંટણી લડ્યા પણ હારી ગયા.

પોતને રાજકારણમાં હતા, પત્નીને પણ રાજકારણમાં લાવ્યા
આનંદ મોહનના 13 માર્ચ 1991ના રોજ લવલી સિંહ સાથે લગ્ન થયા. લવલી સ્વતંત્રતા સેનાની મણિક પ્રસાદ સિંહની દિકરી છે. લગ્નના ત્રણ વર્ષ બાદ વર્ષ 1994માં લવલી આનંદની રાજકારણમાં એન્ટ્રી થઈ. વર્ષ 1994માં વૈશાલી લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ, જેમાં લવલી આનંદ પ્રથમ વખત જીતીને સંસદ પહોંચી.


બિહારમાં લવલી આનંદને લોકો ભાભીજી કહેતા હતા. લોકો કહેછે કે જ્યારે ભાભીજી રેલી કરવા આવતા તો લાખોની સંખ્યામાં ભીડ એકત્રિત થતી હતી. આટલી ભીડ તો આનંદ મોહનની રેલીમાં પણ થતી ન હતી. લવલી આનંદની રેલીમાં ભીડને જોઈ લાલૂ પ્રસાદ અને નીતિશ કુમાર પણ દંગ રહી જતા હતા.


જોકે લવલી આનંદની રેલીમાં જે ભીડ એકત્રિત થતી તે મતોમાં તબદિલ થતી ન હતી. જ્યારે મતદાન થતુ ત્યારે લવલી આનંદ હારી ગયા હતા. ત્યારબાદ વર્ષ 1999માં લોકસભા ચૂંટણી વૈશાલીથી લડી પણ હારી ગયા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી લવલી કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા પણ હારી ગયા.

 

adv

Related News

post
post
post
post
post
post
post