• Home
  • News
  • સુપ્રીમે પૂછ્યું- માલ્યાની પુન:વિચાર અરજી 3 વર્ષ સુધી લિસ્ટ કેમ ના કરાઈ
post

ભાગેડુ બિઝનેસમેનની અરજી અંગે કોર્ટે પોતાના જ રજિસ્ટ્રારથી જવાબ માંગ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:54:32

નવી દિલ્હી: ભાગેડુ લિકર બિઝનેસમેન વિજય માલ્યાની એક પુન:વિચાર અરજીને ત્રણ વર્ષ સુધી સુનાવણી માટે લિસ્ટ ન કરાતા સુપ્રીમકોર્ટે પોતાના જ રજિસ્ટ્રાર પાસે જવાબ માગ્યો છે. જસ્ટિસ યુ.યુ. લલિત અને અશોક ભૂષણની બેન્ચ સામે મંગળવારે આ અરજી સુનાવણી માટે આવી હતી. તેના પર બેન્ચે સુપ્રીમકોર્ટ રજિસ્ટ્રારને પુન:વિચાર અરજી સંબંધિત અધિકારીઓના નામ સહિત અન્ય માહિતીઓ આપવા કહ્યું છે. તેના માટે બે સપ્તાહનો સમય માગવામાં આવ્યો છે.

બેન્ચે કહ્યું કે આ પુન:વિચાર અરજીના દસ્તાવેજોથી સ્પષ્ટ થાય છે કે તેને ત્રણ વર્ષથી સુનાવણી માટે લિસ્ટ જ નથી કરાઈ. તેના પર સુનાવણી હાથ ધરતાં પહેલાં અમે રજિસ્ટ્રાર પાસેથી એ જાણવા માગીએ છીએ કે તેને 3 વર્ષ સુધી સુનાવણી માટે સંબંધિત બેન્ચ સમક્ષ લવાઈ કેમ નહીં? માલ્યાએ  2017માં કોર્ટની અવગણનાના દોષિત ઠેરવવા મામલે પુન:વિચાર અરજી દાખલ કરી હતી. સુપ્રીમકોર્ટે 9 મે 2017ના આદેશમાં માલ્યાને કોર્ટની અવમાનનાનો દોષિત ઠેરવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post