• Home
  • News
  • ED ડાયરેક્ટરનો કાર્યકાળ વધારવા મામલે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો મોટો ઝટકો
post

FATFની સમીક્ષા થવાની હોવાથી સત્તાનું સરળ સંક્રમણ અને ટ્રાન્સફર સુનિશ્ચિત માટે 31મી જુલાઈ સુધી પદ પર રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-11 18:11:17

સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે ED ચીફ સંજય મિશ્રાને ત્રીજી વખત એક્સટેન્શન આપવાના આદેશને રદ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, ED ચીફનું ત્રીજી વખત એક્સટેન્શન યોગ્ય નથી. SCએ કહ્યું કે, ED ડાયરેક્ટરની સેવા ત્રીજી વખત એક્સ્ટેંશન ગેરકાયદેસર અને કાયદાની દૃષ્ટિએ યોગ્ય નથી. જો કે, સરકારને રાહત આપતા સુપ્રીમ કોર્ટે સેવાના વિસ્તરણને સંચાલિત કરતા કાયદામાં કરેલા સુધારાને યોગ્ય ગણાવ્યો છે.

31મી જુલાઈ સુધી સંજય કુમાર પદ પર રહેશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળનું વિસ્તરણ ગેરકાયદેસર છે પરંતુ તેઓ આ પદ પર 31 જુલાઈ 2023 સુધી ચાલુ રહેશે. જેથી આગામી સમયમાં FATFની સમીક્ષા થવાની હોવાથી સત્તાનું સરળ સંક્રમણ અને ટ્રાન્સફર સુનિશ્ચિત કરી શકાય.

સંજય મિશ્રાનો ત્રીજી વખત લંબાયો કાર્યકાળ 

સંજય મિશ્રાની પ્રથમ વખત 19 નવેમ્બર 2018ના રોજ બે વર્ષના સમયગાળા માટે ED ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ નવેમ્બર 2020 માં પદ છોડવાના હતા, પરંતુ નવેમ્બર 2020માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ બે વર્ષના બદલે ત્રણ વર્ષનો કરી દીધો હતો. હવે ફરી SCએ કાર્યકાળમાં વધારા માટે અરજી કરી હતી પરંતુ આ આદેશને સુપ્રીમે રદ કરી દીધો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post