• Home
  • News
  • સુપ્રીમ કોર્ટે 2 વર્ષ બાદ પોતાના જ ચુકાદાને બદલ્યો, કેન્દ્ર સરકારના સંશોધનને મજૂરી આપી; કાયદો મૂળરૂપમાં ચાલુ રહેશે
post

કેન્દ્ર સરકારે સંસદમાં પ્રસ્તાવ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશને બદલી નાંખ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 11:46:54

નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ-જનજાતિના ઉત્પીડન સાથે જોડાયેલો કાયદો(SC-ST એક્ટ)ની જોગવાઈમાં ગત વર્ષે સરકાર તરફથી કરવામાં આવેલા સંશોધનોને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યા છે. જસ્ટિસ અરૂણ મિશ્ર, જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટની બેન્ચ મામલામાં સુનાવણી કરી રહી હતી. બેન્ચે સોમવારે મામલામાં 2-1થી ચુકાદો આપ્યો, એટલે કે બે જજ ચુકાદાના પક્ષમાં હતા અને એક જજે તેનાથી અલગ મત આપ્યો હતો.

મામલામાં અરજદાર પ્રિયા શર્માએ કહ્યું કે માર્ચ 2018માં કોર્ટે કહ્યું હતું કે એફઆઈઆર નોંધતા પહેલા અધિકારીઓનું એપ્રુવલ લેવું પડશે. બાદમાં એફઆઈઆર નોંધાશે. જોકે એફઆઈઆર નોંધવવા માટે અધિકારીઓના એપ્રુવુલની જરૂરિયાત પડશે નહિ, એટલે કે એસસી-એસટી એક્ટ તેના મૂળ રૂપમાં લાગુ રહેશે.

સંસદે ચુકાદાની વિરુદ્ધ કાયદામાં સંશોધન કર્યું હતુ

સુપ્રીમ કોર્ટે માર્ચ 2018માં એસસી-એસટી કાયદાના દૂરઉપયોગની ફરિયાદ બાદ નોંધ લઈ એફઆઈઆર અને ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં સંસદમાં કોર્ટના આદેશને ફેરવવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. તેના દ્વારા બીજી વખત મૂળ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જેને સોમવારે સુપ્રીમ કોર્ટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post