• Home
  • News
  • સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયા માનહાનિ મામલે BJP સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી
post

દિલ્હીમાં શાળાની ઈમારતોના નિર્માણમાં 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવાના કારણે સિસોદિયાએ મનોજ તિવારી સહિત ભાજપના સાંસદો અને ધારાસભ્યો સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-17 19:00:09

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં ભાજપ સાંસદ મનોજ તિવારીની એક અરજી ફગાવી દેવામાં આવી છે. મનોજ તિવારીએ ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની સામે જારી કરાયેલા સમન્સના આદેશને રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે મનોજ તિવારીને રાહત આપવાનો ઈન્કાર કરી અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આદેશને પડકારતા ભાજપ સાંસદ મનોજ તિવારી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી. હાલમાં સુપ્રીમ કોર્ટે આ મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને અનુમતિ આપી છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ બીજેપી સાંસદ મનોજ તિવારી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સિસોદિયાનું કહેવું છે કે, મનોજ તિવારીએ તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. આ કેસમાં મનોજ તિવારી સહિતના આરોપીઓ સામે ટ્રાયલ કોર્ટના સમન્સના આદેશને ભાજપના સાંસદ તિવારીએ પડકાર્યો હતો.

દિલ્હીમાં શાળાની ઈમારતોના નિર્માણમાં 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવાના કારણે સિસોદિયાએ મનોજ તિવારી સહિત ભાજપના સાંસદો અને ધારાસભ્યો સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સિસોદિયાએ હંસરાજ હંસ, પ્રવેશ વર્મા અને ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસા અને વિજેન્દ્ર ગુપ્તા સાથે બીજેપીના પ્રવક્તા હરીશ ખુરાના વિરુદ્ધ પણ જૂઠા આરોપ લગાવવા માટે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સિસોદિયાએ પોતાના માનહાનિના કેસમાં કહ્યું હતું કે ભાજપના નેતાઓએ જાણીજોઈને તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. જેનો હેતુ દિલ્હીના ડેપ્યુટી સીએમની પ્રતિષ્ઠાને બગાડવાનો અને તેમની છબીને કલંકિત કરવાનો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post