• Home
  • News
  • અમેરિકાના ચેપીરોગ વિભાગનો દાવો / કોરોનાની રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 30 હજાર લોકો સામેલ થશે
post

ટ્રાયલ જુલાઇમાં શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:57:47

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રીય ચેપીરોગ વિભાગના વડા ડૉ. એન્થની ફોસીએ કહ્યું છે કે જુલાઇમાં કોરોનાની રસીની ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ થશે. તેની તૈયારી ચાલી રહી છે. ટ્રાયલમાં 30 હજાર લોકો જોડાશે. રસી 18 વર્ષથી 55 વર્ષ સુધીની ઉંમરના લોકો પર ટેસ્ટ કરાશે. રસીની ટ્રાયલનો આ છેલ્લો તબક્કો હોઇ શકે છે. પાછલા તબક્કામાં 600 લોકોને સામેલ કરાયા હતા.


બધું બરાબર રહ્યું તો 2021 સુધીમાં અમેરિકા 20 કરોડ ડોઝ બનાવી લેશે
ફોસીએ અમેરિકન મેડિકલ એસો.ના સત્રમાં એમ પણ કહ્યું કે અમેરિકાને આ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝની જરૂર પડશે. બધું બરાબર રહ્યું તો 2021 સુધીમાં અમેરિકા 20 કરોડ ડોઝ બનાવી લેશે. બીજી તરફ અમેરિકામાં થયેલા એક સરવેનાં તારણો મુજબ, 49 ટકા અમેરિકનોનું માનવું છે કે તેઓ કોરોનાની રસી ચોક્કસપણે લેશે. 31 ટકાનું માનવું છે કે તેમને રસી મળશે કે નહીં તે નક્કી નથી જ્યારે 20 ટકાનું કહેવું છે કે તેમને રસી નહીં મળે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,82,148 કેસ સામે આવ્યા છે અને 1,08,104 મોત થયાં છે. 

adv

Related News

post
post
post
post
post
post
post