• Home
  • News
  • અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને કહ્યું-માસ્ક જરૂર પહેરો; ટ્રમ્પે કહ્યું-હું તો નહીં પહેરું, હું તો રાષ્ટ્રપતિ, તાનાશાહોમાં સામેલ છું, મારા માટે આ યોગ્ય નથી
post

અમેરિકામાં કોરોના વાઈરસના સાડા ત્રણ લાખથી વધુ કેસ, છતાં નેશનલ લોકડાઉનનો આદેશ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:27:33

વોશિંગ્ટન: અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 2.77 લાખ કેસ નોંધાયા છે અને 7400થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે અહીં માસ્ક પહેરવા અને ન પહેરવા અંગે ચર્ચા છેડાઈ છે. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ(સીડીસી)એ લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક જરૂર પહેરો. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ માસ્ક નહીં પહેરે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં  કોરોના વાઈરસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સૂચન કર્યું છે. આ દરેક માટે સ્વૈચ્છિક છે. તમે આવું કરી પણ શકો છો અને ન પણ કરી શકો. હું આવું નહીં કરું. આ સારું રહેશે. હું રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, તાનાશાહો, રાજાઓ અને રાણીઓને મળતો આવું છું. આવામાં માસ્ક પહેરવું મને યોગ્ય લાગતું નથી. માસ્ક પહેરવાના સૂચનને હું નહીં  માનું. 


માસ્કને લઈને ઘણા દિવસોથી અમેરિકામાં ચર્ચા યથાવત
અમેરિકામાં લોકોમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે માસ્ક પહેરવું જરૂરી છે કે નથી. સીડીસીના અધિકારીઓ સતત ટ્રમ્પને કહી રહ્યા છે કે તેઓ લોકોને આ અંગે સલાહ આપે. ટ્રમ્પ જે લોકો સ્વસ્થ છે તેઓ જાહેર સ્થળોએ સંક્રમણથી બચવા માટે જરૂરી સંભાળ રાખે એવી વાત કરે તેવું સીડીસી ઈચ્છે છે. જોકે હાલ ટ્રમ્પે અમેરિકાના લોકોને આવી કોઈ અપીલ કરી નથી. તેઓએ કહ્યું કે જે લોકો સીડીસીના સૂચનનું પાલન કરવા ઈચ્છે છે તેઓ કપડાંમાંથી બનેલા માસ્કને પહેરે. તેઓએ લોકોને મેડિકલ કે સર્જિકલ ગ્રેડ માસ્ક ન પહેરવાનું કહ્યું.


ટ્રમ્પે હજુ સુધી લોકોને ઘરમાં રહેવાની પણ અપીલ નથી કરી
અમેરિકામાં સંક્રમણની સંખ્યા 2.77 લાખથી વધારે થવા છતા તેમણે લોકોને ઘરમાં રહેવાનું નથી કહ્યું. નેશનલ ઈસ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈનફેક્શિયસ ડિસિસના ડાયરેક્ટર ડો એસ એન્થની એસ ફોસીએ ટ્રમ્પને દેશભરમાં સ્ટે એટ હોમ (ઘરમાં રહો)નો આદેશ કરવાનું કહ્યું. પરંતુ, ટ્રમ્પે આ સૂચનને પણ માન્યું નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ નિર્ણયને રાજ્યના ગવર્નર ઉપર છોડે છે. જો ગવર્નર ઈચ્છે તો તેમના રાજ્યમાં આ આદેશ લાગુ કરી શકે છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post