• Home
  • News
  • યુવકો ભોજપુરી ગીત પર સ્ટંટ કરી રહ્યા હતા , જ્યારે જીપ પલટી ત્યારે ચીસો પાડી ઉઠ્યા; 6 ઘાયલ
post

સોશિયલ મીડિયા પર લાઈક્સના ચક્કરમાં યુવાનો કંઈપણ કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 19:29:12

બિહારનાં સમસ્તીપુરમાં જીપમાં સવાર થઈને સ્ટંટ કરતી વખતે અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જીપમાં બેસીને 6થી વધુ યુવાનો સ્ટંટ કરી રહ્યા હતા, આ દરમિયાન જીપ પલટી ગઈ અને બધા નીચે પડ્યા હતા. નજીકમાં ઊભેલો તેનો મિત્ર વીડિયો બનાવી રહ્યો હતો. જે હવે સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક યુવકો જીપની અંદર બેઠા છે તો કેટલાક જીપની બહાર લટકી રહ્યા છે. તેઓ કોઈ બગીચામાં જીપ હંકારી રહ્યા છે. જીપે ગાર્ડનનો પહેલો રાઉન્ડ લગાવ્યો, પરંતુ બીજા રાઉન્ડમાં જ જીપ પલટી ગઈ અને બધા નીચે પટકાયા હતા.

વીડિયો તાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગદ્દોપુર પેઠિયાનો છે. આ વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હવે કાર્યવાહીની વાત કરી રહી છે. પોલીસનું કહેવું છે કે યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જોવા મળતા યુવકો નશામાં હોવાની પણ ચર્ચા છે. હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. એસપી હૃદયકાંતે જણાવ્યું કે વાયરલ વીડિયોની માહિતી મળી છે. તાજપુર પોલીસને સમગ્ર મામલાની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

યુવકો જીપની નીચે દબાઈ ગયા હતા...અને ગીત વાગતું રહ્યું
યુવકો ભોજપુરી ગીતો પર સ્ટંટબાજી કરી રહ્યા હતા. ત્યારે અચાનક જીપ પલટી ગઈ હતી. જીપ પલટી જતાં 3-4 યુવકો તેની નીચે દબાઈ ગયા હતા. આ દરમિયાન પણ ભોજપુરી ગીત વાગતું રહ્યું. આ પછી આસપાસ હાજર લોકોએ જીપની નીચેથી બધાને બહાર કાઢ્યા હતા.

આ પ્રકારના સ્ટંટ ન કરવા જોઈએ
આવા સ્ટંટ કરવા તે જીવલેણ બની શકે છે. આવું કરવાથી બચવું જોઈએ. આજકાલ સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કોમેન્ટ્સના ચક્કરમાં યુવાનો કંઈપણ કરી રહ્યા છે. જેના કારણે દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post