• Home
  • News
  • દેશમાં 18 થી 44 વર્ષની ઉંમરના 45 કરોડ નાગરિકો છે, પરંતુ 6 દિવસમાં માત્ર 11.81 લાખનું વેક્સિનેશન
post

45+ માટે વેક્સિનની અછત, લોન્ગ ટર્મ પ્લાન મુશ્કેલ; 10 દિવસમાં 10 હજાર વેક્સિનેશન સેન્ટર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-08 15:24:45

દેશનાં સમગ્ર રાજ્યોમાં હવે 18થી વધુ ઉંમરનાં લોકોનું પણ વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. આ અંગે સરકાર જાહેરાત કરી રહી છે કે સમગ્ર દેશમાં વેક્સિનેશન પૂર ઝડપે ચાલી રહ્યું છે. પરંતુ દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનનાં જે આંકડાઓ છે, એ આ વાતથી તદ્દન વિરૂદ્ધ પરિસ્થિતિની ઝાંખી કરાવી રહ્યા છે. 18 થી 44 વર્ષના તમામ લોકોનું વેક્સિનેશન 1લી મેથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 6 મે સુધીના આંકડાઓ જોઈએ તો આ ઉંમરનાં માત્ર 11 લાખ 80 હજાર 798 લોકોને જ વેક્સિન આપવામાં આવી છે.

10 દિવસમાં 10 હજાર વેક્સિનેશન સેન્ટર ઘટ્યા
18
થી 45 વર્ષની ઉંમરનાં લોકોનું વેક્સિનેશન રાજ્ય સરકાર કરી રહી છે, પરંતુ બીજી બાજુ સરકાર એમ કહે છે કે વેક્સિનનો સપ્લાઈ બંધ થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં જો આની તુલના 45થી વધુ ઉંમરનાં લોકો સાથે કરવામાં આવે તો આ આંકડો સ્પષ્ટ મળી શકે તેમ છે.

1 એપ્રિલથી 45થી વધુ ઉંમરનાં લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ એ સમયે રાજ્યમાં વેક્સિનની અછત ન હોવાથી કોઈપણ પ્રકારની ફરિયાદ સામે આવી નહોતી. ત્યારે શરૂઆતનાં 6 દિવસોમાં 19 લાખ 36 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

6 દિવસોમાં કુલ 2.19 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. હવે આ સરેરાશ આંક ઘટીને પાછો 19 લાખ થઈ ગયો છે. જેમાં 18થી 44 વર્ષનાં લોકોમાં વેક્સિનેશન આંક માત્ર 1.97 લાખનો રહ્યો છે.

45+ માટે વેક્સિનની અછત, લોન્ગ ટર્મ પ્લાન મુશ્કેલ
રાજ્યનાં કહ્યાં પ્રમાણે કેન્દ્ર 45થી વધુ ઉંમરના લોકોના વેક્સિનનાં આંકડા છેલ્લા 3 દિવસ સુધીનાં આપી રહી છે. જાણકારી વગર દૂર આવેલા કેન્દ્રોનું પ્લાનિંગ કરવું પણ શક્ય નથી. એટલા માટે વેક્સિનની અછત સર્જાતા 10 દિવસમાં 10 હજાર સેન્ટર ઘટાડવામાં આવ્યા છે.

6 મેનાં આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો 3 દિવસમાં 28 લાખ ડોઝ ઉપલબ્ધ કરાશે. જોકે રાજ્યો પાસે અત્યારે 89 લાખ વેક્સિનના ડોઝ રહેલા છે. પરંતુ મોટા રાજ્યોમાં રોજ સરેરાશ વેક્સિનેશન 4થી 5 દિવસ ચાલે એટલું જ છે. કેન્દ્રએ અત્યારસુધી 34 કરોડ 60 લાખ ડોઝ ઓર્ડર કર્યા છે, જેમાંથી 16 લાક ડોઝનો ઓર્ડર 28 એપ્રિલનો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post